New Delhi, તા. 8
દેશમાં કેન્દ્રીય સહિતની એજન્સીઓ અને પોલીસ દ્વારા થઇ રહેલી ધરપકડો અંગે વધુ એક વખત નારાજગી વ્યકત કરતા સુપ્રીમ કોર્ટે કાનુન પાલન એજન્સીઓને યાદ અપાવી હતી કે જામીન એ નિયમ છે. જયારે જેલ એ અપવાદ હોવો જોઇએ. પરંતુ આપણી એજન્સીઓ આ વાત ભૂલી ગઇ છે.
તેમણે ઉમેર્યુ કે દસકાઓથી ન્યાયિક પ્રક્રિયામાં પણ આ મુદ્દો બની રહ્યો છે પરંતુ હાલના સમયમાં તેનો પૂર્ણ રીતે અમલ થતો નથી. રવિવારે કોચીમાં જસ્ટીસ વી.આર.ક્રિષ્ના ઐય્યર મેમોરીયલ લો લેકચરમાં વકતવ્ય આપતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર.ગવઇ તેમના પૂરોગામી માફક જણાવ્યું હતું કે અનેક કેસોમાં મે આ પ્રકારે જામીન આપીને આ સિધ્ધાંતનો અમલ કરવા માટે પ્રયત્ન કર્યો છે અને હાઇકોર્ટ તેમજ નીચલી અદાલતોમાં તે મુજબ આગળ વધે તે નિશ્ચિત કરવા પ્રયત્ન કર્યો છે.
તેમણે ઉમેર્યુ કે ર0ર4માં જ આ પ્રકારના ન્યાયિક સિધ્ધાંતોનો અમલ કરવા માટે મને મનીષ સીસોદીયા, કવિતાના ઇડી અંગેના કેસમાં મે તેનો અમલ કર્યો હતો. તેમણે જસ્ટીલ ઐય્યરને યાદ કરતા જણાવ્યું કે ખાસ કરીને દેશના ગરીબ તેમજ ન્યાયિક પ્રક્રિયાથી વંચિત રહેલા અંડર ટ્રાયલ (કાચા કામના કેદી) માટે ન્યાય મળે તે નિશ્ચિત કર્યુ હતું.
2024માં સુપ્રીમ કોર્ટે આ પ્રકારે કાચા કામના કેદીઓ માટે અનેકવિધ આદેશો આપ્યા હતા જેમાં જેઓ લાંબા સમયથી ટ્રાયલની રાહ જોઇને જેલમાં સબડે છે અને પોતાને ખરેખર જે સજા થઇ શકે તેના કરતા અર્ધી કે વધુ સજા ભોગવી લીધી છે તેઓની તાત્કાલીક મુકિતના આદેશ આપ્યા હતા.
એટલું જ નહીં પ્રિવેન્સન ઓફ મની લોન્ડરીંગ એકટ અને અનલોફુલ એકટીવીટી પ્રિવેન્સ એકટ હેઠળ જામીન માટે આકરી જોગવાઇ હોવા છતાં પણ અનેક આરોપીઓને જામીન અપાયા હતા. તેમણે એ યાદ અપાવ્યૂં કે જસ્ટીસ ઐય્યર અંડર ટ્રાયલ કેદીઓને લાંબો સમય ટ્રાયલ વગર જેલમાં રાખવાના સખ્ત વિરોધી હતા.
ગત ઓગષ્ટમાં સુપ્રીમ કોર્ટે પોતાના એક ચુકાદા સમયે કાચા કામના કેદીને જેલ એ અંતિમ વિકલ્પ હોવો જોઇએ અને જામીન એ તેમના માટે પ્રથમ તક હોવી જોઇએ તે નિશ્ચિત કર્યુ હતું. અગાઉ પણ સુપ્રીમ કોર્ટે 7 વર્ષ કે તેથી ઓછી સજાવાળા ગુનામાં જો આરોપી કોઇ રીતે સામાજીક ખતરો ન હોય કે અન્ય શરતો મુજબ તેને જેલમાં રાખવો જરૂરી હોય તો જ તેને કારાવાસમાં રાખવા આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે અગાઉ પણ હાઇકોર્ટ સહિતના આદેશોને આ રીતે ફેરવ્યા હતા. જસ્ટીલ ગવૈયે કહ્યું હતું કે જયારે જામીન આપવા એ નિયમ છે ત્યારે અદાલતોએ તેનો ઉપયોગ કરવામાં જરાપણ ખચકાટ રાખવો જોઇએ નહીં.
આરોપી સામે ગંભીર અપરાધો હોય તો પણ જામીન માટે અદાલત કાનુન મુજબ જ જવું જોઇએ. જો ઇચ્છિત કેસોમાં જામીન નહીં અપાય તો બંધારણની કલમ ર1 મુજબ જે વ્યકિતગત સ્વતંત્રતાની ગેરેંટી આપવામાં આવી છે તેનો ભંગ ગણાશે.