New Delhi,તા.25
દેશની બેન્કોમાં 10 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ દાવા વગર જ જમા રહેલી થાપણો અને બેન્ક બચત સહિતના ખાતાઓની જમા રહેલી રકમમાં જેના પર કોઈ વ્યવહાર પણ થયા નથી તેને અનકલેમ-ડિપોઝીટ તરીકે જાહેર કરે છે.
આ અનકલેમ ડિપોઝીટ તેના મૂળ થાપણદાર કે તેના યોગ્ય- કાનૂની વારસદાર ને આપવા રિઝર્વ બેન્ક તથા બેન્કો દ્વારા અવારનવાર ખાસ ઝુંબેશ પણ છેડવામાં આવે છે. હવે આરબીઆઈએ આ માટે એક ખાસ અનકલેમ-ડિપોઝીટ-ગેટવે-ટુ એસેસ- ઈન્ફર્મેશન પોર્ટલ પણ લોન્ચ કર્યુ છે અને તેના પર કોઈ અનકલેમ ડિપોઝીટ પછી તે એક કે વધુ ખાતા કે વધુ બેન્કોમાં જમા હોય તેમાં એક સાથે દાવો કરી શકે છે.
હવે ઓકટો.થી ડિસેમ્બર સુધીમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ તમામ બેન્કોને આ પ્રકારની અનકલેમ ડિપોઝીટ, ડિવિડન્ડ, વ્યાજ, પેન્શન કે અન્ય રીતે જમા રકમમાં તેના મૂળ ખાતેદાર અથવા તેના યોગ્ય-કાનુની વારસદારને પહોંચે તે માટે ખાસ ઝુંબેશ છેડવા સૂચના આપી છે.
આ પ્રકારની ઝુંબેશ સેવિંગ્સ કે કરન્ટ એકાઉન્ટમાં જેમાં 10 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ વ્યવહાર થયા ન હોય તેને પણ આવરી લેવા જણાવ્યું છે. જો આ રકમ નિર્ધારિત સમય બાદ પાછા કોઈ દાવેદાર રજૂ થાય નહી તો પછી તે રકમ રિઝર્વ બેન્કના ડિપોઝીટર એજયુકેશન એન્ડ અવેરનેશ ફંડમાં જમા થાય છે. જો કે તે પછી પણ દાવા કરી શકાય છે.