Jamkandorana,તા.12
જામકંડોરણા ના પીપરડી ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી પીપરડી ગૌશાળા ના લાભાર્થે ૧૩ મેં થી શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પીપરડી ગામ ના આગેવાનો વડીલો પ.પૂ.સંત શ્રી લાલબાપુ ના આશીર્વાદ લેવા ગાયત્રી આશ્રમ ગઘેથડ ખાતે ગયા હતા.જેમાં પૂ લાલબાપુ એ પીપરડી ગૌશાળા માં એક લાખ જેવી માતબર રકમ નું અનુદાન આપી.આશીર્વાદ આપ્યા હતા અને નિર્વિઘ્ને સપ્તાહ પૂર્ણ થસે એવા આશીર્વાદ આપ્યા હતા.આ સાત દિવસીય કથા નું શાસ્ત્રી પીયૂષપ્રસાદ વ્યાસ વ્યાસપીઠ પર બિરાજીને સંગીતમય શૈલી થી કથા નું રસપાન કરાવશે.આ કથા ના પાવન પ્રસંગો માં આગામી તારીખ ૧૩ મેં એ બપોર બાદ ૪ :૦૦ વાગ્યે પોથીયાત્રા કાઢવામાં આવશે.૧૫ મે એ સવારે ૮:૩૦ વાગ્યે સંતો ના સામૈયા કરવમાં આવશે જેમાં ઢોલ નગારા સાથે સંતો નું પીપરડી ગામ માં ભવ્ય સામૈયું નીકળશે.સવિશેશ ૧૭ તારીખે રાત્રે ભવ્ય લોકડાયરો સંતવાણી નું આયોજન કરેલ છે. જેમાં દેવરાજભાઈ ગઢવી,કાળુભા જાડેજા,હરેશદાન સુરુ,ધીરજ બારોટ સાહિત્ય અને ભજન ની રમઝટ બોલાવશે.સમસ્ત પીપરડી ગામ ના વડીલો ના માર્ગદર્શન માં યુવાનો કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.