Bhavnagar તા.25
શહેરના ટોપ-થ્રી સર્કલ નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતાં કારચાલકને શખ્સને રૂ.૨.૯૯ લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.પોલીસે કારચાલક ઉપરાંત તેને દારૂનો જથ્થો આપનાર શખ્સ સહિત બે વિરૂદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો હતો.
આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર ભાવનગર પોલીસની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે,શહેરના ગાયત્રીનગર વારાહી સોસાયટીમાં રહેતો રાકેશ રાજુભાઈ વાઘેલા પોતાની કાર નંબર જીજે ૦૧ એચએન ૫૧૩૭ માં બહારના રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરીને રીંગ રોડથી તરસમિયા માલણકા ગામના રસ્તેથી પોતાના ઘર તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસની પેરોલ ફર્લો સ્કવોર્ડે શહેરના ટોપ- થ્રી રીંગ રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બાતમી આધારિત નંબરવઆલી કાર આવતાં તેને ટીમે શંકાના આધારે અટકાવી હતી. અને કારની તપાસ કરતાં ડ્રાઇવર સાઈટ પર બેઠેલ રાજેશ રાજુભાઈ વાઘેલા નામનો શખ્સ મળી આવ્યો હતો. જેને નીચે ઉતારી કારની અંદર તલાશી લેતા આગળની સીટમાં અને પાછળની સીટ પર પૂઠાનાં બોક્સમાથી વિદેશી દારૂની ૭૮ બોટલ કિંમત રૂ.૧,૭૮,૭૬૮નો જથ્થો મળી આવ્યો હતો. જેના પગલે પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે કારના ચાલક રાકેશની ધરપકડ કરી ભરતનગર પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. જયાં તેની પૂછપરછ કરતા તે દારૂનો આ જથ્થો બાલાદેવી સેલવાસના હિન્દીભાષી શખ્સ બચ્ચુ સંજયભાઈ પટેલ પાસેથી લાવી લાવી વેચાણના હેતુથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી.પોલીસે દારૂ,કાર, મોબાઈલ મળી કુલ રૂ.૨,૯૯,૭૬૮ નાં મુદ્દામાલ સાથે ભરતનગર પોલીસ મથકમાં બન્ને વિરૂદ્ધ પ્રોહી. એક્ટ તળે ગુન્હો નોંધાવ્યો હતો. પોલીસે રાકેશને ઝડપી પાડી તેને જથ્થો આપનાર શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.