Bhavnagar,તા.06
ધોળકા ખાતે લગ્નમાં હાજરી આપી ભાવનગર પરત આવી રહેલા યુવકે નારી ગામ નજીક બાઈક પર કાબુ ગુમાવતા બાઈક ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં કોળિયાકના યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
ઘોઘા તાલુકાના કુડા ગામે રહેતા નિલેશભાઈ ઘનશ્યામભાઈ હરીયાણી ગઈકાલે સાંજે તેમના મિત્ર સંજયભાઈને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે તેમના મિત્ર વિવેક ખેસ્તી સાથે ધોળકા ગયા હતા અને આજે વહેલી સવારે ૪ વાગ્યે તેઓ પરત ફરી રહ્યાં હતા ત્યારે સવારે ૬.૩૦ કલાકના અરસામાં નારી ગામ મોમાઈ માતાના મંદિર પાસે પહોંચતા નિલેશભાઈએ બાઈક પર કાબુ ગુમાવતા તેમની મોટર સાયકલ ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં નિલેશભાઈ ઘનશ્યામભાઈ હરીયાણી (ઉ.વ.૨૨)નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે તેમના સાથેના તેમના મિત્ર વિવેકભાઈને પણ ઈજા પહોંચી હતી. આ અંગે અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ હરિયાણીએ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.