Bhavnagar તા.31
ભાવનગરમાં એકટીવા સાથે કાર અથડાયા બાદ બાઇકમાં જઈ રહેલા બે શખ્સોએ કારચાલકને જાહેરમાં ઢોર માર મારતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભાવનગરમાં માથાભારે શખ્સોને જાણે પોલીસ નો ડર જ ન હોય તેમ જાહેરમાં એક કાર ચાલકને ઢોર માર મારી 10 મિનિટ સુધી હંગામો કર્યો હતો અને બાદમાં નાસી છૂટ્યા હતા. બનાવ બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ગઈ રાત્રે બનેલા આ બનાવની મળતી વિગતો મુજબ શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા પિયુષભાઈ ઈશ્વરભાઈ લશ્કરી નામના યુવાન તેની મોટરકાર લઈ શહેરના ડોન ચોક પાસેથી પસાર થતા હતા.
ત્યાર નંબર પ્લેટ વગરની એકટીવા સાથે કારનો સામાન્ય અકસ્માત થતાં એક્ટિવમાં જતા બે શખ્સોએ કાર ચાલક પિયુષભાઈ ને જાહેરમાં બેફામ ગાળો આપી ઢોર માર માર્યો હતો. અને નાસી છૂટ્યા હતા. બનાવ ની જાણ થતાં ઘોઘા રોડ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ અંગે ઘોઘા રોડ પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

