ભાવનગર પશ્ચિમના ધારાસભ્યએ જણાવ્યું કે, ભાવનગર જન્મોત્સવ સમિતિના નેજા તળે છેલ્લાં નવ વર્ષથી ભાવનગર શહેરની સ્થાપના દિવસની રંગારંગ ઉજવણી થાય છે. ગત વર્ષે લોકસભા ચૂંટણીની આચારસંહિતાના કારણે ભાવનગરના રાજવીઓના સમાધિ સ્થળે પુષ્પાંજલિ અને પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. જો કે, આ વર્ષે સતત ૧૦માં વર્ષે સમિતિ દ્વારા આગામી તા.૨૯ અને ૩૦ એપ્રિલ એમ સતત બે દિવસ સુધી શહેરના બોરતળાવ-કૈલાશવાટિકા ખાતે ભાવનગર કાર્નિવલ શિર્ષક તળે ભાવનગરના ૩૦૩માં જન્મદિવસની અનોખી અને રંગારંગ ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. અને સતત બે દિવસ સુધી શહેરને નવોઢાની જેમ શણગારવાની સાથે બન્ને દિવસ જાહેર જનતા અને નગરજનો માટે કૈલાસવાટિકા ખાતે નિઃશુલ્ક વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાવાના હતા. પરંતુ, જમ્મુ- કશ્મીરના પહલગામમાં ગત મંગળાવરના રોજ થયેલાં આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રના મૃત્યુ થયા છે જેના શોકમાં આ વર્ષે પણ આ ઉજવણી મુલ્તવી રાખવામાં આવી છે. માત્ર અખાત્રિજના દિવસે ભાવનગરના રાજવીઓના સમાધિ સ્થળે પુષ્પાંજલિ અર્પણ કરી સાદગીસભર ઉજવણી કરવામાં આવશે. તેમણે અંતમાં હતભાગી પરિવારને સાંત્વના પાઠવવા આને દુઃખની ઘડીમાં સમગ્ર ભાવનગર પરિવાર સાથે હોવાના સંદેશ સાથે આ ઉજવણી મોકૂફ રાખવામાં આવી હોવાનું તેમણે વિગતો આપતાં અંતમાં ઉમેર્યું હતું.
Trending
- 07 નવેમ્બર નું પંચાંગ
- 07 નવેમ્બર નું રાશિફળ
- WPL ઓક્શન પહેલા ખરાબ સમાચાર, દીપ્તિ શર્માને લાગ્યો ઝટકો
- ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે: Supreme Court
- Bihar માં મતદાન વચ્ચે INDIA ગઠબંધનના ધારાસભ્ય પર હુમલો
- દેશને મળશે ૪ નવી Vande Bharat train, PM મોદી ૮ નવેમ્બરે બતાવશે લીલી ઝંડી
- જંગલરાજમાં એક પણ પુલ બન્યો નથી : વડાપ્રધાન મોદી
- ભારતે ૪૮ રને જીતી ચોથી ટી-૨૦ મેચ, ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે હરાવ્યું

