Bhavnagar, તા.7
બે માસ પુર્વે ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામે રહેતા 19 વર્ષિય યુવાને સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયાની વરતેજ પોલીસ મથકમાં આરોપી સામે ફરીયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. અને જેલ હવાલે કર્યો હતો. આરોપીએ જામીન કરતા અત્રેની અદાલતે આરોપીના જામીન નામંજુર કરી જામીન અરજી ફગાવી દીધી હતી.
આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ આ કામના આરોપી સંજયભાઈ વલ્લભભાઈ મકવાણા ઉ.વ.19, દંધો : ડ્રાઇવીંગ રહે. મુ. ભીકડા, કોળીવાડ, તા.ઘોઘા, જી. ભાવનગર વાળો ગઈ તા. 13/5/2025 ના રાત્રીના આશરે 11 વાગ્યાથી તા. 14/5/2025 ના શરૂ રાત્રીના આશરે એકાદ વાગ્યાના સમયગાળા દરમ્યાન ફરીયાદીની સગીર વયની દિકરી ઉ.વ.16 વર્ષ 11 માસ ની સગીરાને ફરીયાદીના કાયદેસરના વાલીપણા માંથી તેની સંમતી વિના અને ફરીયાદીની દીકરી સગીર વયની હોવાનું જાણવા છતા લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાની ફરજ પાડવાના ઇરાદે ભગાડી જવાનો ગુનો કર્યો હતો.
આરોપીએ જેલમાંથી મુક્ત થવા પોતાના વકિલ મારફતે ચોથા એડીશ્નલ સેશન્સ જજ અને સ્પે. પોકસો કોર્ટ જજ જે.જી.દામોદ્રા ની અદાલતમાં પોતાના વકીલ મારફતે જામીન અરજી રજુ કરતા સરકારી વકિલ ગીતાબા પી. જાડેજા ની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરેને ધ્યાને રાખી અદાલતે આરોપીના જામીન નામંજુર કર્યા હતા.