Vadodara,તા.15
વડોદરા જિલ્લાના માંજરોલ ગામના ભુવાના પુત્રએ એક મહિલાના ઘરમાં જઈ મેલી વિદ્યા કરીને મારી નાખવાની ધમકી આપી મહિલા પર વારંવાર દુષ્કર્મ ગુજારતા પોલીસે ફરિયાદ નોંધી હતી. પરંતુ જયદીપે વાત સાંભળી ન હતી અને ઘરમાં અંદર આવીને દરવાજો બંધ કરી દીધો હતો . ત્યારબાદ તેણે કહ્યું હતું કે આપણે પતિ પત્નીના સંબંધ બાંધવા પડશે અને તું મારી સાથે પતિ-પત્નીના સંબંધ નહીં બાંધે તો તારા પતિને જાદુ ટોણા-મેલી વિદ્યા કરીને મારી નાખીશ અને સમાજમાં બદનામ કરી નાખીશ.. તેવી ધમકી આપી ઘરમાં જ દુષ્કર્મ આચાર્યું હતું. ત્યારબાદ જયદીપ ધમકી આપતો હતો અને તેના ઘરની નજીક એક અવાવરું જગ્યા પર બોલાવી દુષ્કર્મ ગુજારતો હતો. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે સિનોર પોલીસે દુષ્કર્મ ગુજારનાર ભુવાના પુત્રની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
30 વર્ષની મહિલાએ શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે તારીખ 17 નવેમ્બર 24 ના રોજ સવારે માંજરોલ ગામમાં રહેતો ભુવો કાળુ ઉર્ફે કાંતિભાઈ રાવજીભાઈ પાવાનો પુત્ર જયદીપ મારા ઘરે આવ્યો હતો. અમે મકાન બાંધવા માટેની બાધા રાખી હોવાથી જયદીપે ઘેર આવી બાધા પૂરી કરવાનું જણાવ્યું હતું. આ વખતે પતિ તેમજ ઘરના સભ્યો ઘેર નહીં હોવાથી મેં જયદીપને બાધા અંગે મને ખબર ના પડે એટલે મારા પતિ અને સાસુ આવે ત્યારે આવજો તેમ કહ્યું હતું.