બનાવની વિગત એવી છે કે, મૂળ ધંધૂકાના અડતાળાના વતની અને હાલ ગઢડા તાલુકાના ઉગામેડી ગામે રહેતા ભરતભાઈ ધુડાભાઈ સારોલા નૈવેધની કામગીરી પૂર્ણ કરી સાળંગપુર રોડ પર વાહનોની રાહ જોતા હતા. તે દરમિયાન બોટાદના નવી સરવાઈ ગામે રહેતા અનીલભાઈ ભીમભાઈ ધાધલ પોતાનું મોટરસાયકલ નંબર જીજે.૩૩.ઈ.૮૯૭૯ લઈને પસાર થતા હતા. તેમની પાસે ભરતભાઈએ લિફ્ટ માંગી હતી અને બાઈકચાલકે લિફ્ટ આપતાં મોટરસાયકલ પાછળ સવાર થયા હતા અને લાઠીદડ નજીક પહોંચ્યા હતા. તેવામાં સામેથી આવતી કાર નંબર જીજે.૦૩.એનબી.૮૦૫૫ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવી દેતા બાઈકસવાર બન્નેને ઇજા પહોંચી હતી અને બન્નેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાઈક પર લિફ્ટ માંગનાર ભરતભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે જયદીપભાઈ ભીમાભાઇ ધાંધલએ કારચાલક વિરૂધ્ધ બોટાદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Trending
- Dhangadhra: યુવતી સાથે વાત કરવા મુદે છરી વડે હુમલામા આધેડ ની હત્યા
- Bhavnagar: મકાનમાંથી રૂપિયા 2.14 લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
- Bhavnagar: વલભીપુરમાં ચોરાઉ બાઈક સાથે તસ્કર ઝડપાયો, ત્રણ બાઈક ચોરીના ભેદ ઉકેલાયા
- Bhavnagar: તળાજાના બુટલેગરને પાસા તળે ભુજ જેલમાં ધકેલાયો
- Rajkot: નાર્કોટીકસના ગુન્હામાં સપ્લાયર અખતરનવાઝ પઠાણની બિનતહોમત છોડી મુકવાની અરજી રદ
- Dhrol કોઠાધાર ની પરણીતાએ ઘરઘંકાશથી કંટાળી એસિડ પી આપઘાત
- Rajkot: પાંચ સ્થળોએ જુગારના દરોડા: લાખોનો મુદ્દામાલ કબજે
- Rajkot: માલધારી સોસાયટીમાં બુઢાપાથી થી કંટાળી વૃધ્ધનો આપઘાત