Mumbai,તા.03
અગાઉ બિપાશા બસુ એક સ્ત્રી નહિ પરંતુ મર્દાના લાગે છે તેવી જૂની ટિપ્પણી માટે વિવાદમાં આવેલી મૃણાલ ઠાકુર હવે અનુષ્કા શર્મા માટેની એક જૂની ટિપ્પણી માટે ફરી ટ્રોલ થઈ રહી છે.
વાયરલ થયેલા જૂના વિડીયોમાં તે અનુષ્કાનું નામ લીધા વિના એવી ટિપ્પણી કરી રહી છે કે તેણે ભલે મને બાદમાં હિટ થયેલી ફિલ્મમાં રિપ્લેસ કરી પણ હકીકત એ છે કે હાલ તે કોઈ કામ નથી કરી રહી અને હું હજુ પણ ફિલ્મોમાં એક્ટિવ છું.
જાણકારોના મતે આ ટિપ્પણી સલમાન ખાનની ‘સુલતાન’ ફિલ્મના સંદર્ભમાં છે. આ ફિલ્મ માટે પહેલાં મૃણાલ ઠાકુર હિરોઈન તરીકે નક્કી થઈ હતી. બાદમાં અનુષ્કાએ તેને રિપ્લેસ કરી હતી. બિપાશા અંગેના જૂના વિડીયો માટે મૃણાલે તાજેતરમાં જાહેરમાં માફી માગી હતી. હવે અનુષ્કા સંબંધિત ટિપ્પણી માટે પણ તે માફી માગે તેવી માગણી નેટ યૂઝર્સ કરી રહ્યા છે.

