Jamnagar તા ૨૬,
જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજે કારગીલ વિજય દિવસ નિમિત્તે શહેરમાં આવેલી શહીદ વીર જવાનો તેમજ અન્ય મહાનુભવોની પ્રતિમા ની સાફ-સફાઈ કરવામાં આવી હતી, ત્યારબાદ વીર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ વેળાએ જામનગર શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી તેમજ શહેર ભાજપના અન્ય હોદ્દેદારો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને ડીકેવી સર્કલ માં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા નજીક પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.