Mumbai,તા.21
ફૂડ-ટેક કંપની ઝોમેટોએ જણાવ્યું હતું કે ડિસેમ્બર ક્વાર્ટરમાં તેનો નફો 57.2 ટકા ઘટીને 59 કરોડ થયો છે. બ્લિંકિટ જેવાં વાણિજ્ય ઈ કોમર્સ પ્લેટફોર્મના વિસ્તરણ માટે વધુ સ્ટોર્સ ખોલવામાં આવ્યાં હતાં. તેનાં કારણે નફા પર દબાણ જોવા મળ્યું છે. ગયાં વર્ષનાં સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો 138 કરોડ રૂપિયા હતો.
શેરધારકોને લખેલાં પત્રમાં ઝોમેટોએ જણાવ્યું હતું કે ફૂડ ડિલિવરીમાં ’માગમાં ઘટાડા’ને કારણે તેની વૃદ્ધિ ત્રિમાસિક-દર-ક્વાર્ટર 2 ટકા અને વાર્ષિક ધોરણે 17 ટકા હતી. કંપનીએ જણાવ્યું કે ક્વાર્ટરમાં તેનો કુલ ખર્ચ 2023-24ના સમાન સમયગાળામાં 3383 કરોડથી વધીને 5533 કરોડ થયો છે.
પેટીએમની ખોટ ઘટી :-
કંપની One97 કોમ્યુનિકેશન્સ જે પેટીએમની માલિકી ધરાવે છે તેને જણાવ્યું કે ત્રીજા ક્વાર્ટરમાં તેની ખોટ ઘટીને 208.5 કરોડ થઈ ગઈ છે. ગયાં વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીને 221.7 કરોડનું નુકસાન થયું હતું. આ ક્વાર્ટરમાં પેટીએમની આવક 35.8 ટકા ઘટીને 1827.8 કરોડ થઈ છે. ગયાં વર્ષનાં સમાન ક્વાર્ટરમાં તે રૂ. 2850.5 કરોડ હતી. જોકે, ત્રિમાસિક ધોરણે આવકમાં 10 ટકાનો વધારો થયો છે.
ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો :-
આઇઆરએફસીનો ચોખ્ખો નફો 2 ટકા વધીને 1631 કરોડ થયો છે.
આઈડીબીઆઈ બેંકનો ચોખ્ખો નફો 31 ટકા વધીને 1908 કરોડ થયો.
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનો નફો 33 ટકા વધીને 959 કરોડ થયો.
ઈન્ડિયન ઓવરસીઝ બેંકનો ચોખ્ખો નફો 21 ટકા વધ્યો.