Ahmedabad,તા.૧૧
શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર અલગ અલગ પ્રકારની એક્ટિવિટી ચાલી રહી હતી. એવો પણ સમય હતો કે, સહેલાણીઓ ફરવા આવે ત્યારે રિવરફ્રન્ટ પરની એક્ટિવિટીની મજા માણતા હતા. પરંતુ વડોદરામાં હરણી બોટ લેકકાંડના કારણે રાજ્યભરમાં નદી કે તળાવમાં ચાલતી બોટીંગ સેવાને તકેદારીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવી હતી.
ખુશીની વાત એવી છે કે, અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફરી બોટીંગ સેવા શરૂ થવા જઈ રહી છે. બોટીંગ સેવા શરૂ કરવા માટે ગતિવિધિઓ અને કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર કામગીરી શરૂ થઈ ગઈ છે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર બોટીંગ સેવા શરૂ કરવા માટે આઇઆરએસ દ્વારા ઇન્સ્પેકસન શરૂ કરાયું છે. સ્થળ નિરીક્ષણ અને બોટીંગ સેફટીને લઇ રીપોર્ટ તૈયાર કરી કમિશનરમાં આપવામાં આવશે. ત્યાર બાદ મંજૂરી મળ્યા બાદ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર બોટીંગ સેવા શરૂ થશે.
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર બોટનું વજન અને સેફટીને લઈ ચેકીંગ કરવામાં આવ્યું છે. બોટને સાબરમતી નદીમાં ઉતારી ટેસ્ટિંગ કરવામાં આવ્યું અને બોટનું ટ્રાયલ કરવામાં આવ્યું. સલામતી અને સુરક્ષાના નિયમને ધ્યાને રાખીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ કમિશનરને મોકલવામાં આવશે.
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ટૂંક સમયમાં બોટિંગ સેવા ફરી શરૂ થશે. અમદાવાદવાસીઓ અને અમદાવાદ રિવરફ્રન્ટની મુલાકાતે આવતા સહેલાણીઓ બોટિંગની મજા માણી શકશે. સાબરમતી નદીમાંથી રિવરફ્રન્ટનો નજારો પણ માણી શકાશે. આ અંગે મેનેજર સાગરભાઈએ જણાવ્યુ છે કે, અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ બોટ સેવા શરૂ થતા પહેલા હાલ તો બોટનું ઇન્સ્પેકશન કરવામાં આવી રહ્યું છે અને રિપોર્ટ કમિશનરમાં મોકલ્યા બાદ મંજૂરી આવે તે પછી બોટ સેવા શરૂ કરીશું. ૃૃ