New Delhi,તા.12
પોલીસ અધિકારીએ જણાવ્યું કે બુધવારની રાત્રે 12:30 વાગ્યે બદમાશોએ અચાનક બોડી બિલ્ડર રવિ પર 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસને પરસ્પર દુશ્મનાવટની આશંકા છે. રવિ બોડી બિલ્ડિંગનો શોખીન છે અને તેણે ઘણાં એવોર્ડ જીત્યાં છે.
કલ્યાણપુરીના ત્રિલોકપુરી બ્લોક 13માં રવિ તેનાં મિત્રો સાથે બેઠો હતો ત્યારે બદમાશોએ તેને ગોળીઓ મારી હતી. રવિને પાંચ ગોળી વાગી હતી તેની હાલત ગંભીર છે. તેની મેક્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સીસીટીવીની મદદથી પોલીસ બદમાશોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.
આ ઘટના અંગે દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે ‘હૃદયદ્રાવક સમાચાર સાથે સવાર. ખુલ્લેઆમ ગોળીઓ ચલાવવામાં આવી રહી છે. દિલ્હીનાં ગુનેગારોમાં હવે કાયદો અને વ્યવસ્થાનો ડર રહ્યો નથી.