Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Russiaએ ભારતને આપી જી-૫૭ લડાકૂ વિમાનની ઓફર

    September 23, 2025

    ટ્રમ્પનો કાફલો નીકળવાનો હોવાથી પોલીસે ફ્રાંસના પ્રમુખને અડધા રસ્તે રોક્યા

    September 23, 2025

    Taliban ને ૨૦ મહિલાઓ સહિત ૧૧૪ લોકોને ફટકારી અમાનવીય સજા

    September 23, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Russiaએ ભારતને આપી જી-૫૭ લડાકૂ વિમાનની ઓફર
    • ટ્રમ્પનો કાફલો નીકળવાનો હોવાથી પોલીસે ફ્રાંસના પ્રમુખને અડધા રસ્તે રોક્યા
    • Taliban ને ૨૦ મહિલાઓ સહિત ૧૧૪ લોકોને ફટકારી અમાનવીય સજા
    • Shahrukh Khan ને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત, ગુજરાતી ફિલ્મ ’વશ’ને પણ નેશનલ એવોર્ડ
    • Kanya Puja 2025: કન્યા પૂજન ફક્ત અષ્ટમી કે નવમી પર જ કેમ કરવામાં આવે છે? તેનું ધાર્મિક મહત્વ જાણો
    • જો પાકિસ્તાની ક્રિકેટ ટીમે ભારત સામેની મેચ જીતવી હોય તો Army Chief Asim Munir ઇનિંગની શરૂઆત કરવી જોઈએ,Imran Khan
    • West Indies સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની પસંદગી અંગે ચર્ચા થઈ રહી છે
    • હોમબાઉન્ડ સ્ક્રીનિંગમાં બ્રેકઅપ પછી Malaika Arora and Arjun Kapoor ફરી મળ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»બોલિવુડ – ટેલિવુડ રોમાન્સ એન્ડ બ્રેકઅપ
    મનોરંજન

    બોલિવુડ – ટેલિવુડ રોમાન્સ એન્ડ બ્રેકઅપ

    Vikram RavalBy Vikram RavalMarch 3, 2025Updated:March 3, 2025No Comments9 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૨૦૧૫માં  ઘણાં ટીવી સ્ટાર કપલો  પ્રેમસંબંધમાં જોડાયા હતા.  હવે નવા વર્ષમાં એ  જોવાનું રહ્યું કે આ કલાકાર બેલડીમાંથી કેટલા પોતાના સંબંધનો  સ્વીકાર કરીને આગળ વધશે અને  કોણ કોણ’બેસ્ટ ફ્રેન્ડ’નું સ્ટેટસ જાળવી રાખશે ૨૦૧૬ની શરૃઆત થઈ ચૂકી છે. ૨૦૧૫ના વર્ષમાં ડોકીયું કરીએ તો ઘણાં ટી.વી   કપલ એવા હતા જેમણે પોતાના સંબંધો  વિશે ચૂપકીદી સાધવાનું  પસંદ કર્યું હતું. હવે આ વર્ષમાં  જોવાનું રહ્યું  કે કેટલા યુગલ પોતાના સંબંધો જાહેરમાં સ્વીકાર  કરે છે. અને કોન કોણ પોતાના સંબંધો ચુપકીદીથી ચાલુ રાખશે. ચાલો આવી  કલાકાર જોડીઓ વિશે થોેડું જાણીએ.

    ભારતી સિંહ અને હર્ષ લીમ્બાચિયા

    ભારતી નાનકડા પડદે પોતાનું  સ્થાન બનાવી ચૂકી છે. જ્યારે  હર્ષ એક સારો કોમેડી સ્ક્રિપ્ટ રાઈટર છે.  ભારતીનું કહેવું છે   હર્ષ મારો સારો મિત્ર છે. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ તે બંને  છેલ્લા ૧ વર્ષથી ડેટીંગ કરી રહ્યા  છે. અને તે બંને પોતાના રોમાન્ટિક  ફોટોસ પણ સોશિયલ મિડિયામાં મૂકી રહ્યા છે.

    અવિકા ગોર અને મનિષ રાઈસઘાન

    અવિકા ગોર કહી રહી છે કે મનિષ તેનો સારો મિત્ર ઉપરાંત ફીલોસોફર અને ગાઈડ છે. જ્યારે મનિષ ’સસુરાલ સીમર કા’ ના  સેટ પર  આવિકાનું  ખૂબ જ ધ્યાન રાખતો  હોય તેવું જોડા મળ્યું હતું. તેઓ બંને સિરિયલમાં પતિ-પત્નીનું પાત્ર ભજવી રહ્યા છે. પણ સૂત્રોનું માનવું છે કે આ બંનેની રીઅલમાં કેમેસ્ટ્રી પણ આવી જ છે.

    પ્રિયાન્સ જોરા અને સોનિયા બાલાની

    આ બંને ’તુ મેરા હીરો’ સિરિયલના સેટ પર મળ્યા હતા. બંને સારા મિત્રો હતા  પણ એક કાર અકસ્માત થવાથી બંનેના સંબંધ વધુ ગાઢ બન્યા હતા. પ્રિયાંસએ  આ સમયમાં  સોનિયાની વધુ કાળજી લીધી હતી. પણ બંને હાલમાં પોતાના સંબંધો છુપાવી રહ્યાં છે.

    પેરલ  વી  પુરી અને અસ્મિતા સુદ

    ’’ફીર ભી ના માને…. બત્તમીઝ દિલ’’ માં  ચમકેલી જોડી પેરલ અને અસ્મિતાને  સારો એવો મનમેળ બેસી ગયો હોય એવું લાગી રહ્યું છે. બંને  એકબીજા સાથે કમ્ફર્ટેબલ હોય એવા ફોટોસ સોશિયલ મિડિયા સાથે શેર કરી રહ્યાં છે. અસ્મિતાનું  માનવું છે કે પેરલ  તેના માટે એક બેબી સમાન છે. સૂત્રોને લાગતું હતું કે બંને વચ્ચે કાંઈક રંધાઈ રહ્યું છે તેથી તેઓએ  પાકું કર્યું કે બંને કપલ છે. તેમણે પોતાના સંબંધ  વિશે ચુપકીદી સાધી છે.

    અંશ રશીદ અને રતિ પાંડે

    આ બંને  ટી.વી. કપલએ સૂત્રોને જણાવ્યું હતું  કે  બંને સારા મિત્રો છે. પરંતુ  સૂત્રોએ તપાસ કરતાં  જાણવા મળ્યું છે કે બંને સારા મિત્રો કરતાં વધારે ગાઢ સંબંધ ધરાવે છે. છતાં પણ બંને  પોતાના સંબંધ છુપાવી રહ્યા છે. નવા વર્ષમાં આ બંને પોતાના સંબંધનો સ્વીકાર કરીને પ્રભુતામાં પગલા પાડે  એવી આશા રાખીએ.

    દેવોલીના ભટ્ટાચાર્યજી અને અશ્વિની કપૂર

    દેવોલીનાએ નેટવર્કીંગ સાઈટ પર પોતાની મિત્ર અશ્વિની સાથેના ફોટોસ શેર કરી રહ્યો છે. આ બંનેના સંબંધોને લઈને ઘણી અફવાઓ પણ ફેલાવવામાં આવી હતી.  બંનેને એકબીજાનો સાથ ગમી રહ્યો છે. પાર્ટી, ફંક્શનમાં  બંને સાથે જ જોવા મળે છે.

    મોહિત રૈના અને મૌની રોય

    મોહિત અને મૌની બંને  ’દેવોં કે દેવ મહાદેવ’ માં શીવ અને સતીનું  પાત્ર ભજવતાં જોવા મળ્યા હતા. બંને પોતાના સંબંધ મિડિયાથી છુપાવી રહ્યા છે.  મૌની હાલ ’નાગીન’ સિરિયલના શૂટીંગમાં વ્યસ્ત છે  જ્યારે મોહિત પોતાના સંબંધ વિશે હાલમાં કાંઈ જ કહેવા માગતો નથી. બંનેની જોડી ’દેવો કે દેવ મહાદેવ’ માં  ખૂબસુરત લાગતી હતી. જો બંને ખરેખર લગ્ન કરી લે તો  કાંઈ ખોટું નથી.

    કરણ ટેકર અને ક્રિસ્ટલ ડિ’સોઝા

    આ  બંને ’એક હઝારો મેં મેરી બહેના હૈ’ ના સેટ પર મળ્યા હતા. તે બંને છેલ્લાં એક વર્ષથી એકબીજા સાથે ડેટીંગ કરી રહ્યા છે. થોડા સમય પહેલાં બંને હોલીડે ટ્રીપ પણ કરી આવ્યા છે. બંનેના પરિવારજનો પણ જાણે  છે બંનેના સંબંધો વિશે.  સૂત્રોનું માનીએ તો બંને પોતાના સંબંધને લઈને ગંભીર છે. ને જલદી જ લગ્ન ગ્રંથિથી જોડાઈ જાશે.

    દીપિકા પદુકોણ અને સિધ્ધાર્થ માલ્યા

    આ વરસની આઇપીએલમાં મેદાન પરની મેચ કરતા મેદાન બહારની મેચોએ લોકોનું વધુ ધ્યાન ખેંચ્યું હતું. અમે આઇપીએલના લવ બર્ડસ્‌ દીપિકા અને સિધ્ધાર્થની વાત કરી રહ્યા છીએ. રણબીર સાથેના બ્રેકઅપનો ગમ હળવો કરવા માટે સિધ્ધાર્થે દીપિકાને પોતાનો ખભો આપ્યો હતો. દીપિકા પણ માલ્યાના ચાર્મથી બચવા પામી નહીં અને છેવટે તેણે પણ નમતું જોખ્યું. આજકાલ આ બંને દરેક પાર્ટી કે મેળાવડામાં હાથના અંકોડા ભેરવી ફરતા જોવા મળે છે.

    લારા દત્તા અને મહેશ ભૂપતિ

    લારા દત્તા જેવી હૉટ, સેક્સી અને ખૂબસૂરત અભિનેત્રી લાંબા સમય સુધી એકલી રહે એ શક્ય છે? ના. ડિનો મારિયા સાથે બ્રેકઅપ થયા પછી તરત જ લારાને પોતાનું દુઃખ હળવું કરવા મહેશ ભૂપતિનો મજબૂત ખભો મળી ગયો હતો. જો કે આ પ્રેમ કહાણીમાં ઘણા ટિ્‌વસ્ટ અને ટર્ન છે. મહેશની ભૂતપૂર્વ પત્ની શ્વેતા જયકિશને ઢંઢેરો પીટીને કહ્યું હતું કે મહેશ અને તેના છૂટાછેડા પહેલા જ લારા મહેશના જીવનમાં આવી હતી અને તેમના છૂટાછેડા માટે લારા જ જવાબદાર છે. જ્યારે લારાએ દાવો કર્યો હતો કે મહેશના લગ્ન તૂટયા પછી જ તે મહેશના જીવનમાં આવી હતી. છેવટે પ્રેમનો વિજય થયો. મહેશે તેની પત્નીને છૂટાછેડા આપ્યા અને હવે તે લારા સાથે ખુશ છે.

    વિવેક ઓબેરોય અને પ્રિયંકા અલ્વા

    બૉલીવૂડના લવર બૉય વિવેકે એરેન્જ્ડ મેરેજ માટે હા પાડી માતા-પિતાએ શોધેલી પ્રિયંકા અલ્વા સાથે વેવિશાળ કરી સૌને ચૌંકાવી દીધા હતા. કેટલાક નિષ્ફળ પ્રેમસંબંધો અને હીરોઇનો સાથેના પ્રેમની અફવા પછી વિવેકે લગ્ન કરવાની જાહેરાત કરી હતી. વિવેકને પ્રિયંકા સાથે પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ થયો હોવાનું સંભળાય છે. આ ઑક્ટોબરમાં વિવેક ઘોડે ચઢી. વાજતે-ગાજતે તેની દુલ્હનિયાને લઇ આવવાનો છે.

    ડિનો મોરિયા અને નંદિતા મહતાણી

    વર્ષો સુધી પ્રેમની સંતાકૂકડી રમ્યા પછી છેવટે બંનેએ  આ રમત પૂરી કરી સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. એકવાર છૂટા પડી ગયા પછી આ બંનેએ બીજા પ્રેમ પ્રકરણો રચ્યા હતા. પરંતુ છેવટે જૂનુ એ સોનુ સમજી તેઓ એકઠા થઇ ગયા અને હવે તેઓ લગ્ન કરવાના હોવાનું સંભળાય છે.

    સોહા અલી ખાન અને કુણાલ ખેમુ

    સૈફ અલી ખાનની આ નાની બહેન હંમેશા તેના પ્રેમ સંબંધનો ઇન્કાર કરતી આવી છે. તેના મોટા ભાઇની જેમ સોહાએ ક્યારે પણ તેના દિલના હાલ દુનિયાવાળાને સંભળાવ્યા નથી. પરંતુ કુણાલ ખેમુ આમા અપવાદ સાબિત થયો છે. હા-ના કરતા કરતા સોહાએ કુણાલ સાથેના પ્રેમનો એકરાર કરી તેમના વિશેની અફવા શાંત પાડી દીધી છે. હવે લોકો તેમના લગ્નની કંકોતરી ક્યારે આવશે એની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.

    બ્રેક કે બાદ…..

    રણબીર કપૂર અને દીપિકા પદુકોણ

    બૉલીવુડની ગોર્જિયસ જોડીમાંની એક જોડી દીપિકા અને રણબીર કપૂરની પ્રેમકહાણીનો ગયા ઓક્ટોબર મહિનામાં અંત આવ્યો હતો. તેમની પ્રથમ ફિલ્મના નિર્માણ દરમિયાન થયેલી મુલાકાત ’બચના એ હસીનો’ દરમિયાન પ્રેમમાં ફેરવાઇ હતી. તેમનો આ પ્રેમ ઝાઝી વસંત જોઇ શક્યો નહીં. પરંતુ ’અજબ પ્રેમ કી ગઝબ કહાની’ના નિર્માણ દરમિયાન કેટરિના કૈફ સાથેની ’યે નજદિકિયાં’ દીપિકા સાથેના અંતર માટે કારણભૂત બની હતી. આમ એક રોમાન્ટિક કહાણીનો પરીકથા જેવો સુખદ અંત આવતા રહી ગયો.

    લારા દત્તા અને ડિનો મોરિયા

    કેલી દોરજી સાથે વર્ષોથી લીવ-ઇન-રિલેશનશીપ ધરાવતી લારાએ તેના જ ખાસ મિત્ર ડિનો સાથે પ્રણય ફાગ ખેલી કેલીને ’દોસ્ત દોસ્ત ના રહા પ્યાર પ્યાર ના રહા’ ગાવા મજબૂર કર્યો હતો. પરંતુ આ જુગલ જોડી ઝાઝા દિવસો સુધી સાથે રહી શકી નહીં. ગયે વર્ષે આ બંને જૂદા થઇ ગયા હતા. આ બંને વચ્ચેની જુદાઇનું કારણ ડિનો અને નંદિતાની વધતી જતી મૈત્રી હતું. જે લારા સાંખી શકી નહીં. ચાલો, જે થયું તે સારા માટે થયું! ડિનોને તેની જૂની પ્રેમિકા નંદિતા મળી ગઇ જ્યારે લારાને ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિ મળી ગયો.

    નીલ નિતીન મુકેશ અને પ્રિયંકા ભાટિયા

    પ્રિયંકા ભાટિયા સાથે બ્રેકઅપની જાહેરાત કરી નીલે સૌને એક મોટો આંચકો આપ્યો હતો. કારણ કે આના ગણતરીના મહિનાઓ પૂર્વે જ નીલે જાહેરમાં તેના પ્રેમ સ્વીકાર્યો હતો અને પ્રિયંકા અને તે પરણશે નહીં તો તેમનો પરિવાર તેમને દેશ નિકાલનો ફેસલો સુણાવશે એવો દાવો પણ તેણે કર્યો હતો. પ્રિયંકા નીલની ફિલ્મની સ્ટાઇલ અનુકૂળ થઇ શકી નહીં હોવાથી આ બંનેએ પરસ્પર સમજૂતી સાથે છૂટા પડવાનો નિર્ણય લીધો હતો. આજે નીલ સિંગલ છે.

    કંગના રાણાવત અને અધ્યયન સુમન

    જાહેરમાં એકબીજા સાથેનો પ્રેમ સ્વીકાર્યાં પછી ગણતરીના દિવસોમાં જ કંગના અને અધ્યયન છૂટા પડી ગયા હતા. અધ્યનના પરિવારને અધ્યયનથી મોટી કંગના દીઠે ડોળે પણ ગમતી નહોતી. કંગનાએ જણાવ્યા પ્રમાણે અધ્યયને જ આ સંબંધ તોડયો હતો. જ્યારે અધ્યયને દાવો કર્યો હતો કે તેમણે ભેગા મળીને આ નિર્ણય લીધો તો. જો કે જાહેરમાં રોદણાં રડયા સિવાય આ બંને ગ્રેસફૂલી પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા હતા.

    નેહા ધૂપિયા અને ઋત્વિક ભટ્ટાચાર્ય

    નેહા અને સ્કવૉશ પ્લેયર ઋત્વિક વચ્ચે વર્ષોથી સંબંધ હતો. આ બંને હંમેશા તેમના સંબંધની ખુલ્લે દિલે વાત કરતા હતા. તેઓ લગ્ન કરી લેશે એવું લોકો વિચારતા હતા ત્યારે  તેમના બ્રેકઅપની અફવા કાને અથડાવા લાગી. નેહાએ સત્ય છૂપાવવાનો ડોળ નહીં કરતા સ્પષ્ટ કર્યું હતું કે તેમણે હમણા બ્રેક લીધો છે. કારણ કે, હમણા તે લગ્ન બાબતે સ્પષ્ટ નથી. ભવિષ્યમાં આ બંને પાછા એકઠા થયા છે કે નહીં એ તો સમય જ કહેશે.તો ટેલિવુડમાં અનેક કલાકારો એવા છે જે ઉંમરનો એક પડાવ વટાવી ગયા છતાં પણ હજી સિંગલ છે જેમને હજી તેમનું સુપાત્ર મળ્યું નથી.

    સાક્ષી તન્વર :

    સાક્ષી ઘરેઘરમાં જાણીતો ચહેરો છે. તેની ભાવુક અદાકારી દ્વારા દર્શકોના  દિલમાં તેનું એક અલગ સ્થાન કંડારાયેલું છે. પડદા પર પ્રેમાળ અને હિંમતવાન દેખાતી સાક્ષી તેના જીવનમાં  પણ  એવો જ અલગ સ્વભાવ ધરાવે છે. લગ્ન માટે સાક્ષી માને છે  કે ફક્ત લગ્ન કરી લેવાથી જ  કોઈ સ્ત્રી પૂર્ણત્વને પામે છે એવા વિચારમાં તેને કોઈ આસ્થા નથી. લગ્ન સંસ્થામાં  તે પૂર્ણ વિશ્વાસ ધરાવે છે. પણ સ્ત્રીઓને માટે ફક્ત લગ્ન જ તેમનું  અસ્તિત્ત્વ ટકાવી રાખે છે એવો વિચાર તેના મગજમાં ઊતરતો નથી.  આ પહેલા બે થી ત્રણવાર સાક્ષીએ કોઈ ઊદ્યોગપતિ સાથે છૂપા લગ્ન કરી લીધા હોવાની  ચર્ચાએ જોર પકડયું હતું જેને  સાક્ષીએ રદીયો આપ્યો હતો.

    શમા સિકંદર :

    શમા સિકંદર ટીવી દર્શકોમાં તેના ’હોટ અવતાર’ માટે ફેમસ  છે.  અભિનેતા મિમોહ ચક્રવર્તીના પ્રેમમાં પડેલી શમા સિકંદરે છેવટે હૃદયભંગ સહન કરવો પડેલો. ત્યારબાદ તેનું નામ  ભારતીય મુળના અમેરિકન અભિનેતા સંગીતકાર એલેક્સ -ઓલ નીલ સાથે  જોડાયું હતું. પરંતુ હજી સુધી આ સંબંધે  શમાએ કોઈ  પાક્કો જવાબ આપ્યો નથી.

    તનિશા મુખરજી :

    તનીશાએ નાના પડદે પોતાનો જાદુ પાથરવાનો નિર્ણય પ્રયત્ન કરી જોયો.  અદાકાર  અરમાન કોહલી સાથેના  તેના પ્રેમસંબંધો જગજાહેર હોવા છતાં તનીશા આ સંબંધને જાહેરમાં  ફક્ત મૈત્રી સંબંધ હોવાનું વારંવાર  કહેતી જોવા મળે છે.

    શિલ્પા આનંદ :

    શિલ્પા આનંદ પ્રતિભાશાળી અભિનેત્રી છે તેણે દિલ મિલ ગયે, તેરી મેરી લવ સ્ટોરી જેવી ધારાવાહિકો સાતે ’બ્લડી ઈશ્ક’ જેવી ફિલ્મ કરી. આ સુંદર અને પ્રતિભાશાળી અદાકારા હજી કુંવારી છે.

    મોના સિંહ :

    જસ્સી જૈસી કોઈ નહીં વાળી ’જસ્સી’ તરીકે મોના સિંહને જે ખ્યાતિ મળી તેવી બીજી કોઈ ધારાવાહિક તેને ફળી નથી. વિદ્યુત જામવાલ સાથે સંબંધ ધરાવતી મોનાએ તેની સાથે  લગ્ન વિષયક અટકળોને  હજી હવામાં ફરતી રાખી છે.

    કવિતા કૌશિક :

    એફ.આય.આર.ની ચંદ્રમુખી ચૌટાલા તરીકે પ્રસિદ્ધ કવિતા કૌશિક ’’ઝંજીર’’ માં આઈટમ સોન્ગ કરી  ચૂકી છે. કરણ ગ્રોવર સાથેના તેના  પ્રેમસંબંધની  વાતો છાપરે ચઢી હતી. અહીં સુધી કે બંને અદાકારો લગ્ન કરી લેવાની અણી પર હતા પરંતુ ત્યારબાદ શું કડવાશ પ્રસરી ગઈ તે બદ્‌લ કોઈ માહિતી મળી નહોતી. અત્યારે બંને અદાકારો અલગ થઈ ગયા છે. કવિતા હવે સિંગલ સ્ટેટ્‌સ ધરાવે છે.

    ત્રીસી વટાવી ચૂકેલી આ અદાકારાઓ લગ્ન બંધનમાં  બંધાયા વગર પોતાની કાર્યશૈલી  અભિનય કૌશલ્ય, સુંદર દેખાવ, અને હિંમતવાન સકારાત્મક વિચારોને કારણે જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓના કોઠા  ભેદીને સમાજમાં પોતાની મજબૂત જગ્યા બનાવવામાં સફળ થઈ છે અને ગરિમાપૂર્ણ જીવન વ્યતીત કરી રહી છે.

    Bollywood-Tellywood
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Shahrukh Khan ને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત, ગુજરાતી ફિલ્મ ’વશ’ને પણ નેશનલ એવોર્ડ

    September 23, 2025
    ધાર્મિક

    Kanya Puja 2025: કન્યા પૂજન ફક્ત અષ્ટમી કે નવમી પર જ કેમ કરવામાં આવે છે? તેનું ધાર્મિક મહત્વ જાણો

    September 23, 2025
    મનોરંજન

    હોમબાઉન્ડ સ્ક્રીનિંગમાં બ્રેકઅપ પછી Malaika Arora and Arjun Kapoor ફરી મળ્યા

    September 23, 2025
    મનોરંજન

    Ramayana ની નાયિકાએ સ્વિમસ્યુટ પહેર્યો હતો,લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે

    September 23, 2025
    મનોરંજન

    ‘Bads of Bollywood’ના આ સીનથી રણબીર કપૂર વધી મુશ્કેલી, ફરિયાદ દાખલ કરવા ઉડી માંગ

    September 23, 2025
    લેખ

    શારદીય નવરાત્રીઃ ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની ઉપાસના

    September 23, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Russiaએ ભારતને આપી જી-૫૭ લડાકૂ વિમાનની ઓફર

    September 23, 2025

    ટ્રમ્પનો કાફલો નીકળવાનો હોવાથી પોલીસે ફ્રાંસના પ્રમુખને અડધા રસ્તે રોક્યા

    September 23, 2025

    Taliban ને ૨૦ મહિલાઓ સહિત ૧૧૪ લોકોને ફટકારી અમાનવીય સજા

    September 23, 2025

    Shahrukh Khan ને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત, ગુજરાતી ફિલ્મ ’વશ’ને પણ નેશનલ એવોર્ડ

    September 23, 2025

    Kanya Puja 2025: કન્યા પૂજન ફક્ત અષ્ટમી કે નવમી પર જ કેમ કરવામાં આવે છે? તેનું ધાર્મિક મહત્વ જાણો

    September 23, 2025

    જો પાકિસ્તાની ક્રિકેટ ટીમે ભારત સામેની મેચ જીતવી હોય તો Army Chief Asim Munir ઇનિંગની શરૂઆત કરવી જોઈએ,Imran Khan

    September 23, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Russiaએ ભારતને આપી જી-૫૭ લડાકૂ વિમાનની ઓફર

    September 23, 2025

    ટ્રમ્પનો કાફલો નીકળવાનો હોવાથી પોલીસે ફ્રાંસના પ્રમુખને અડધા રસ્તે રોક્યા

    September 23, 2025

    Taliban ને ૨૦ મહિલાઓ સહિત ૧૧૪ લોકોને ફટકારી અમાનવીય સજા

    September 23, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.