Mumbai ,તા.27
સલમાન ખાન સાઉથ સિનેમાનાં ફેમસ ડિરેક્ટર એઆર મુરુગાડોસ સાથે ફિલ્મ સિકંદર લઈને આવી રહ્યાં છે. ટૂંક સમયમાં જ તેની ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થશે. સિકંદરને લઇને ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે, જે એટલું જ કહેવા માટે પૂરતું છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ દેખાડી શકે છે.
આ ઉપરાંત ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ આમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. રિલીઝ પહેલાં સલમાન ખાનની સિકંદરે બે દિવસમાં ધમાકેદાર એડવાન્સ કલેક્શન કરી લીધું છે. ચાલો તેનાં લેટેસ્ટ આંકડા પર એક નજર કરીએ.
છેલ્લાં બે-ત્રણ વર્ષ સલમાન ખાન માટે ખાસ રહ્યાં નથી. તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે. ટાઇગર 3 પણ 500 કરોડનાં યુગમાં 280 કરોડનો બિઝનેસ કરી શકી હતી.
આવી સ્થિતિમાં સલમાન ખાન અને મેકર્સને ઘણી આશા હશે કે તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર 400-500 કરોડનો આંકડો પાર કરી જાય. જો આમ થશે તો સલમાનના કરિયરની આ પહેલી ફિલ્મ હશે.
ભારતમાં 25 માર્ચ, મંગળવારથી સિકંદર ફિલ્મનું એડવાન્સ બુકિંગ ખુલી ગયું છે. ટિકિટ વિન્ડો ખુલ્યા બાદ સલમાન ખાનની આ ફિલ્મને ફેન્સે જબરદસ્ત રિસ્પોન્સ આપ્યો છે. પહેલાં દિવસે ફિલ્મની કુલ 45 હજાર ટિકિટોનું વેચાણ થયું હતું, જ્યારે બીજા દિવસે આ આંકડામાં બમણો વધારો જોવા મળ્યો છે.
આવી સ્થિતિમાં સિકંદરે રિલીઝ પહેલાં એડવાન્સ કલેક્શનના મામલે પોતાનો મજબૂત દાવો રજૂ કર્યો છે. સેક્નીલ્કના રિપોર્ટ મુજબ એડવાન્સ બુકિંગના બીજા દિવસે ભાઈજાનના સિકંદરે શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધીમાં આ ફિલ્મની લગભગ 90 હજાર ટિકિટ વેચાઇ ચૂકી છે.
પ્રથમ દિવસની ટિકિટનું વેચાણ : 45,688 રૂપિયા
બીજા દિવસની ટિકિટનું વેચાણ : 45,587
ટિકિટનું કુલ વેચાણ : 91,275
એડવાન્સ કલેક્શન : 2.58 કરોડ
બ્લોક સીટ કલેક્શન : 7.26 કરોડ
આ રીતે એડવાન્સ બુકિંગ કરીને સિકંદરે સારી કમાણી કરી છે. આ આંકડા જોઈને કહી શકાય કે સલમાન ખાનની ફિલ્મ ઓપનિંગ ડે પર મોટી કમાણી કરી શકે છે. સિકંદર 30 માર્ચે થિયેટરોમાં રિલીઝ થશે.