New Delhi,તા.24
દેશમાં સોનાના સતત વધી રહેલા ભાવ તથા ઉંચી આયાત જકાતના કારણે સોનાની વધેલી દાણચોરી સમયે 24 કેરેટના દાગીનાના `પર્સનલ જવેલરી’ સાથે વિદેશથી આવતા મુસાફરો તે માટે એક રસપ્રદ ચૂકાદો દિલ્હી હાઈકોર્ટે આપીને એરપોર્ટના કસ્ટમ વિભાગને આંચકો આપ્યો હતો.
એક ભારતીય નાગરિક આથીયા- સાઉદી અરેબીયાથી નવે.2023માં ભારત પરત આવ્યા તે સમયે તેઓ 24 કેરેટની સોના બંગડી (998 પ્યોરીટી) કુલ વજન 250 ગ્રામ પહેરીને આવ્યા હતા પણ દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ વિભાગે તે બંગડીઓ કબ્જે કરી હતી જેનું કારણ આપવામાં આવ્યું કે તે સામાન્ય સોનાના જવેલરી કરવા અસાધારણ રીતે શુદ્ધ સોનાની છે.
તેથી તે જવેલરી માટે નહી પણ દાણચોરીના હેતુથી બનાવાઈ હોય તેવી દલીલ કસ્ટમ વિભાગે કરી હતી તથા આ મહિલા પર કસ્ટમ એકટ હેઠળ ડયુટી-દંડ વિ. વસુલવામાં આવ્યા હતા અને કસ્ટમના વેરહાઉસ- ચાર્જ પણ ચુકવાયા બાદ તે જવેલરી પરત કરવામાં આવી.
આ રીતે રૂા.3.60 લાખ જેટલી રકમ ચુકવાયા બાદ આ મહિલાએ કસ્ટમના આ નિર્ણયને દિલ્હી અદાલતમાં પડકારીને તેણે ચુકવેલ ડયુટી, દંડ, પેનલ્ટી તથા અન્ય ચાર્જ પણ લેવા માટે અરજી કરી. હાઈકોર્ટે એક ચૂકાદામાં ઉચ્ચ ગુણવતાની જવેલરી જે 24 કેરેટની હતી તે બુલીયન (શુદ્ધ સોનુ) ગણી શકાય નહી તેવું જણાવ્યુ હતું.
હાઈકોર્ટે એ પણ નિરીક્ષણ વ્યક્ત કર્યુ કે પ્રવાસી મહિલા જે જવેલરી લઈને આવી હતી તે પર્સનલ જવેલરી 250 ગ્રામની મર્યાદામાં તે કોઈ કોમર્શિયલ હેતુ માટે ન હતી કે તે દાણચોરીથી લઈ અવાયાના કોઈ પુરાવા નથી.
ઉપરાંત મહિલાએ પક્ષના વ્યક્તિગત પ્રવાસમાં હતી. કોઈ દાણચોરી-કેરિયર હોય તે પણ માની લેવાનું કોઈ કારણ નથી. ઉપરાંત હાઈકોર્ટે નિરીક્ષણ વ્યક્ત કરશે. કસ્ટમ એકટ હેઠળ જે બેગેજ રૂલ છે તેમાં સોનાની શુદ્ધતા અંગે કોઈ નિયંત્રણ નથી કે તે 22 કે 24 કે અન્ય કોઈ કેરેટના જ હોવા જોઈએ અને તે જવેલરી એ તો તેના ઉપયોગ મુજબ નકકી થાય છે.
આ ઉપરાંત કસ્ટમ એકટ મુસાફરને તેમના પોતાના ઉપયોગ માટે નિયંત્રીત માત્રામાં જવેલરી લઈ આવવાની છૂટ આપે છે. આ જવેલરી પહેરેલી હતી. કોઈ છુપાયેલી કે પેક કરેલી ન હતી. અગાઉના આ પ્રકારના કેસમાં પણ ફકત સોનાની શુદ્ધતાના આધારે જવેલરીને બુલીયન તરીકે ગણી શકાય નહી.
આ પ્રકારના હાઈકવોલિટી જવેલરી માટે કસ્ટમ એકટની કલમોમાં કેટલીક માર્ગરેખા અપાઈ છે. જે મુજબ વિમાની મથકે પહોંચતા તેનું ડેકલેરેશન કરવું જોઈએ, જો ખરીદી હોય તેના બિલ તથા પહેલા પણ પહેરી હતી તેના ફોટા સાથે રાખવા પણ ઉપરાંત તમારા આઈટી રિટર્નમાં પણ તે દર્શાવવું સલાહભર્યું છે.