London,તા.18
અમેરિકા બાદ હવે બ્રિટન પણ તેને ત્યાં ગેરકાનુની રીતે વસી ગયેલા વિદેશી નાગરિકોને ડિપોર્ટ કરવા ટ્રમ્પ સ્ટાઈલનો એક મોટો કાર્યક્રમ અમલમાં મુકવા જઈ રહી છે એટલું જ નહી આ રીતે ડિપોર્ટ થતા વિદેશી નાગરિકોને તેનો મુળ દેશ જો સ્વીકારવા ઈન્કાર કરે તો તે દેશના નાગરિકો માટે વિસા પ્રતિબંધ જેવા એકશનની પણ તૈયારી છે.
બ્રિટનમાં હોમ સેક્રેટરી તરીકે પાક કબ્જાના કાશ્મીરમાં જન્મેલા શબાના મહમુદ દેશમાં ગેરકાનુની રીતે રહેલા જેમાં વિસા મુદત આ પુરી થઈ છે છતાં તેમના દેશ પરત ગયા નથી તેવા નાગરિકોનો પણ સમાવેશ થાય છે. તેઓને હવે શોધી-શોધી તેમના દેશ પરત મોકલવાની તૈયારી કરી રહ્યું છૅ તમો આ ઉપરાંત ગેરકાનુની વસાહતીઓ સામે અન્ય આકરા પગલા પણ લઈ રહી છે.
તેમાં જે દેશ પોતાના મૂળ નાગરિકો જેને બ્રિટન ગેરકાનુની રીતે રહેતા વસાહતી જાહેર કરે તેને પરત લેવાનો ઈન્કાર કરે તો તે દેશના નાગરિકોને કાનુની રીતે પણ બ્રિટન વિસા આપશે નહી. આ યાદીમાં સૌપ્રથમ આફ્રિકન દેશો પર પ્રતિબંધ મુકાયા છે.
જેમાં અંગોલા, નામીબીયા અને ડેમોક્રેટીક ઓફ કોંગો જેઓએ પોતાના નાગરિક પરત લેવા ઈન્કાર કર્યો છે તેઓને હવે આ પ્રકારના વિસા પ્રતિબંધ દેશોની યાદીમાં મુકી દીધા છે. હોમ સેક્રેટરી શબાનાએ જણાવ્યું કે આ દેશોના હજારો નાગરિકો હાલ બ્રિટનમાં ગેરકાનુની રીતે વસવાટ કરે છે.
બ્રિટને આ કાર્યવાહીમાં અસહકાર કે સાથ નહી આપનાર દેશોને પણ આ યાદીમાં મુકવા તૈયારી કરી છે. ભારતના પણ મોટી સંખ્યામાં નાગરિકો બ્રિટનમાં ગેરકાનુની રીતે વસી ગયા છે. બ્રિટન આ ઉપરાંત હાલ ત્યાં રહેતા નાગરિકોના કુટુંબીજનોને વિસા આપવામાં પણ કડક નિર્ણય લઈ રહી છે.
ફેમીલીની વ્યાખ્યા અત્યંત મર્યાદીત કરી છે જેમાં માતા-પિતા-બાળકોનો સમાવેશ કરાશે. કુટુંબમાં થોડા દુરનો સંબંધ પણ ફેમીલીની વ્યાખ્યામાં નહી આવે છે. આ ઉપરાંત ગેરકાનુની વસાહતીઓને દુર કરવાના આદેશ સામે ફકત એક જ અપીલની છુટ અપાશે અને તે જો હારે તો તેણે બ્રિટન છોડવું પડશે.
જયારે સાચા-શરણાર્થીને માટે હવે નવી સુવિધા લાવે છે. યુક્રેન યુદ્ધના કારણે હજારો યુક્રેનીયા બ્રિટનમાં વસી ગયા છે. તેઓએ હોટેલમાં રાખવાનો આ 2.1 બિલીયન પાઉન્ડ દર વર્ષે બ્રિટીશ સરકાર કરે છે. તેઓને અને બ્રિટીશ આવશે. તેમના ઘરમાં શરણ આવે તો તેમાં થોડી રકમ સરકાર ચુકવે છે.

