New Delhi, તા.17
આગામી બજેટને લઈને કરવામાં આવેલા સર્વેમાં મોટા ભાગના લોકોએ જણાવ્યું હતું કે હવે આવકવેરામાં ઢીલ આપવાનો સમય આવી ગયો છે અને બજેટમાં રોજગાર સર્જનને પ્રાથમીકતા આપવી જોઈએ.
સર્વેમાં પૂછવામાં આવ્યું હતું કે સરકારે બજેટને કઈ દિશા આપવી જોઈએ. આ સર્વેની એક કોપી કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામને રજૂ કરવામાં આવી હતી.
સર્વેક્ષણના પરિણામો મુજબ લોકોએ દીર્ધકાલિક લક્ષ્યોની તુલનામાં અલ્પ કાલિક સરકારી યોજનાઓને પ્રાથમિકતા આપી છે. જો કે રોજગાર સર્જન બધા માટે ઉચ્ચ પ્રાથમિકતા હતી. સર્વેમાં આવક વેરા દરોમાં થયેલા ફેરફારોને લઇને વ્યાપક અસંતોષ, ખાસ કરીને પગારદાર પ્રોફેશનલ્સ ઘણા નિરાશ હતા.
બીજી બાજુ જુની વર્સીસ નવી કર વ્યવસ્થા પર હળતા-મળતા મંતવ્યો હતા.
કેટલાય લોકો ઉચ્ચ કર દર વાળી પરંતુ કરમુક્તિ આપનારી જુની સિસ્ટમના પક્ષમાં હતા. જ્યારે મોટી સંખ્યામાં લોકો આવકવેરા અધિનિયમની ધારા 80-સી અંતર્ગત વધુ છૂટની આશા રાખી રહ્યા હતાં.
આ સર્વેક્ષણ ઓનલાઇન થયું હતું જેમાં 7,051 લોકોએ ભાગ લીધો હતો.
રોજગાર સર્જનને લઇને ચિંતા
બજેટમાં રોજગાર સર્જનને લઇને 73 ટકા લોકોએ અધિકતમ પાંચની રેટીંગ પસંદ કરી હતી. માત્ર 3 ટકા ઉત્તરદાતાએ વિરૂધ્ધ મત આપ્યો હતો.
કરનો કોટડો ઉકેલવામાં આવે
ચારમાંથી એક વ્યકિતએ જણાવ્યું હતું કે નવી કરનીતિમાં મુકિત સંતોષકારક હતી, જયારે લગભગ બે તૃતિયાંશ લોકોએ અસંતોષ વ્યકત કર્યો હતો. 9.4 ટકા લોકો આ મામલે અસમંજસમાં હતા પગારદાર 75 ટકા લોકોએ કહ્યું હતું કે દરોમાં ફેરફાર સંતોષ કારક નહોતો 25 લાખતી વધુ કમાનારા લોકો માટે સંતુષ્ટિનું સ્તર 10 ટકા સુધી ઘટી ગયું.
કર સિસ્ટમને લઈને જ ગુંચવણ
55 ટકા લોકોએ જુની કર વ્યવસ્થાનું પસંદ કરી હતી, જયારે 45 ટકાએ નવી કર વ્યવસ્થાને બહેતર કરી 25-35 લાખ વર્ષે આવક ધરાવનારા લોકોમાં જૂની કર વ્યવસ્થાને પ્રાથમિકતા આપનારાની સંખ્યા વધીને 67 ટકા થઈ ગઈ અને કુલ પગારદાર વર્ગમાં આ સંખ્યા 61 ટકા થઈ ગઈ. નવી કર વ્યવસ્થાને લગભગ 60 ટકા સેવા નિવૃત લોકોએ પસંદ કરી.
સર્વે ઓનલાઈન થયો
ઓનલાઈન પોલમાં 7051 લોકોએ ભાગ લીધો હતો. 68 ટકાની વધુ લોકો મોટા શહેરો મુંબઈ, દિલ્હી, બેંગ્લુરુ, પુણે, હૈદરાબાદ, ચેન્નઈ, કોલકાતા, અમદાવાદ, જયપુર, લખનૌ, પટણા, સુરત, ઈન્દોર, કાનપુર અને નાગપુરથી હતા.
આ સર્વેમાં 85 ટકા પુરુષ હતા, જેમાં અડધા એટલે કે 51 ટકા પગારદાર વર્ગના હતા, જયારે 10 ટકા વ્યવસાયી હતા અને 19 ટકા છાત્ર હતા. લગભગ 33 ટકાએ દર વર્ષે 15 લાખથી વધુ કમાણી બતાવી, જયારે 40 ટકાએ વાર્ષિક 10 લાખ અને તેથી ઓછી કમાણી બતાવી હતી.
નજીકના ભવિષ્ય પર ધ્યાન આપો
છેલ્લા કેટલાક વર્ષોથી નીતિ નિર્માણમાં 2027 માટે ભારતના મહત્વાકાંક્ષી લક્ષ્ય ચર્ચામાં રહ્યા છે, 54 ટકાનું માનવું છે કે સરકાર લાંબા ગાળાના લક્ષ્યના બદલે તત્કાલ ભવિષ્ય માટે યોજના બનાવે. 44 ટકાએ કહ્યું કે બજેટ પ્રાથમીકતા નિર્ધારિત કરતી વખતે પાંચ વર્ષનું લક્ષ્ય હોય.
જયારે 10માંથી એક ઈચ્છતા હતા કે એક વર્ષના નાના સમયગાળા માટે પ્રાથમીકતા નકકી થાય. જયારે માત્ર 17 ટકા લોકોએ કહ્યું હતું કે યોજનાની સમય-સીમા બે દાયકાની હોવી જોઈએ.
આકર્ષક યોજનાઓ પર મંતવ્યો
આકર્ષક યોજનાઓને લોકોના મત વહેંચાયેલા હતા. આંકડાથી જાણવા મળ્યું હતું કે 41 ટકા લોકોનું માનવું હતું કે મંદી દરમિયાન આકર્ષક બજેટ આપવુ જોઈએ, જયારે 38 ટકા લોકો આ મામલે અસહમત હતા અને 21 ટકા લોકો કોઈ નિર્ણય નહોતા લઈ શકયા. આ મુદે લગભગ 42 ટકા પુરુષ આકર્ષક બજેટના પક્ષમા હતા જયારે 35 ટકા મહિલા પક્ષમાં નહોતા.