ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મીટીંગમાં હાજરી આપવા રાત્રે દિલ્હી જશે
New Delhiતા.26
કેન્દ્ર સરકારના બજેટમાં નાણાંકીય પ્રોજેકટ ફાળવણીમાં ભેદભાવ રખાયો હોવાના આરોપ સાથે વિપક્ષોએ વિવાદ સર્જયો છે અને તે વધુ વકર્યો હોય તેમ આવતીકાલની નીતિ આગેવાની બેઠકમાં સામેલ નહીં થવા સાત રાજયોએ નિર્ણય કર્યો છે.
કોંગ્રેસ શાસીત ત્રણ રાજયો તથા તામીલનાડુએ નીતિ આગેવાની બેઠકનો બહિષ્કાર કરવાનું અગાઉ જ જાહેર કરીદીધુ હતું. હવે પશ્ચિમ બંગાળ સહિતના ત્રણ રાજયો પણ તેમાં જોડાયા છે. આવતીકાલે મળનારી નીતિ આયોગની બેઠકમાં સાત રાજયોના બહિષ્કારથી મહત્વની મીટીંગ વિશે કેન્દ્ર સરકારને આંચકો લાગી શકે છે.
બીજી તરફ ગુજરાત સહિત ભાજપ શાસીત રાજયોના મુખ્યમંત્રીએ બેઠકમાં હાજરી આપશે. ગુજરાતના મુખ્યમંત્રી આજે રાત્રે દિલ્હી જશે અને કાલની બેઠકમાં સામેલ થશે. રાજયને લગતા અનેકવિધ મુદાઓ પર વિસ્તૃત ચર્ચા કરશે. બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમીત શાહને મળે તેવી પણ સંભાવના છે.