મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પહેલી સેફ્ટી ટનલ પૂર્ણ થઈ ગઈ છે : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ
New Delhi, તા.૨૦
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દરરોજ એક નવી સિદ્ધિ તરફ આગળ વધી રહ્યો છે. શનિવારે આ પ્રોજેક્ટની પહેલી સુરક્ષા ટનલનું કામ પૂરુ થઈ ગયું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખુદ ધનસોલી અને શિલફાટા વચ્ચે બનેલ આ ૫ કિલોમીટર લાંબી ટનલનું બ્રેકથ્રૂ બ્લાસ્ટ કર્યો.
આ તકે તેમણે સ્પષ્ટ કહ્યુ કે બુલેટ ટ્રેનનું ભાડું સામાન્ય વ્યક્તિના ખિસ્સાને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવશે, જેથી આ ટ્રેન માત્ર ધનવાનો સુધી સીમિત ન રહે, પરંતુ દરેક વર્ગ તેનો લાભ ઉઠાવી શકે.
ભારતના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં મુંબઈમાં સમુદ્રની નીચે ૨૧ કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવી રહી છે. અત્યાર સુધી તેનો પ્રથમ ૫ કિલોમીટરનો ભાગ તૈયાર થઈ ગયો છે, જે સુરક્ષા અને રેસ્ક્યુ ટનલ તરીકે કામ કરશે. આ કોઈ ઈમરજન્સી સ્થિતિમાં યાત્રિકોની સુરક્ષાની ખાતરી કરશે. આ પ્રોજેક્ટ ન માત્ર ભારત માટે તકનીકી દ્રષ્ટિએ મોટી છલાંબ છે પરંતુ દુનિયાના કેટલાક ગણતરીના દેશોની શ્રેણીમાં સામેલ કરશે, જેની પાસે અંડરસી હાઈસ્પીડ ટનલ છે.
આ ટનલ નવી ઑસ્ટ્રિયન ટનલીંગ પદ્ધતિ (દ્ગછ્સ્) નો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી.
આ એક આધુનિક અને સલામત તકનીક છે જેનો ઉપયોગ મુશ્કેલ ભૂપ્રદેશ અને ખડકોની રચનામાં ટનલ બનાવવા માટે થાય છે. તે જાપાન અને યુરોપ જેવા દેશોમાં પહેલાથી જ ઉપયોગમાં છે, અને હવે ભારતે આ તકનીકને સફળતાપૂર્વક અપનાવી છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો કુલ ખર્ચ આશરે રૂ.૧.૦૮ લાખ કરોડ છે. આ કોરિડોર પર બાર સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. આમાંથી, મુંબઈનું બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્ટેશન એકમાત્ર ભૂગર્ભ સ્ટેશન હશે. બાકીના બધા સ્ટેશનો એલિવેટેડ અથવા સામાન્ય જમીન પર હશે.
ટનલ બ્રેકથ્રૂ પર રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ કે સરકાર ઈચ્છે છે કે બુલેટ ટ્રેનનું ભાડા સામાન્ય લોકોની પહોંચમાં હોય. ભાડું તે રીતે નક્કી કરવામાં આવશે કે આ ટ્રેન ભારતના દરેક નાગરિક માટે ઉપલબ્ધ હોય, ન કે માત્ર ખાસ વર્ગ માટે.
રેલ મંત્રાલયનું લક્ષ્ય છે કે ૨૦૨૮ સુધી બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો શરૂ કરી દેવામાં આવશે. શરૂઆતી ફેઝમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેન ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી ચાલશે અને બંને શહેરો વચ્ચે આ સફર માત્ર બે કલાકમાં પૂર્ણ થશે.