Washington,તા.15
અમેરિકામાં અમલદારશાહી-સરકારી કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનાં ભાગરૂપે ટ્રમ્પ તંત્ર દ્વારા એક જ દિવસમાં 9500 કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી હતી. આ કર્મચારીઓ સરકારી જમીનનાં રક્ષણથી માંડીને નિવૃતિ સૈનિકોની સારસંભાઈ જેવી જવાબદારી સંભાળતા હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પ તથા તેમનાં સલાહકાર ઈલોન મસ્ક દ્વારા નોકરશાહી ઘટાડવાનો પ્લાન તૈયાર કરાયો છે અને તેમાં તંત્ર આગળ વધી રહ્યુ છે.
અમેરિકાના ગૃહ વિભાગ, ઉર્જા, વેટરન્સ અફેર્સ, કૃષિ, આરોગ્ય અને અન્ય ઘણા વિભાગોમાં છટણી કરવામાં આવી છે. નોકરીમાંથી કાઢી મૂકાયેલા મોટાભાગના લોકો પ્રોબેશન પીરિયડ પર હતા. ઘણા કર્મચારીઓને નોકરી પર એક વર્ષ પણ પૂરું નહોતું થયું.
જ્યારે કેટલીક સરકારી એજન્સીઓ પણ બંધ કરી દેવામાં આવી છે. તેમાં ક્ધઝ્યૂમર ફાઈનાન્શિયલ પ્રોટેક્શન બ્યુરોનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન ઈન્ટરલ રેવન્યૂ સર્વિસમાં પણ હજારો કર્મચારીઓને કાઢી મૂકવાની તૈયારી છે.
અહેવાલ અનુસાર 15 એપ્રિલ પહેલા આ વિભાગમાં મોટી સંખ્યામાં કર્મચારીઓને કાઢી મૂકવામાં આવી શકે છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, 75,000 એવા કર્મચારીઓ હતા જેમણે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના વિરોધમાં સ્વેચ્છાએ નોકરી છોડી દીધી હતી. અમેરિકાનો કુલ સરકારી સ્ટાફ આશરે 23 લાખ છે. આવી સ્થિતિમાં, લગભગ 3 ટકા સરકારી કર્મચારીઓએ પોતાની નોકરી જાતે છોડી દીધી છે.
અમેરિકન પ્રમુખે સ્પષ્ટ કર્યુજ હતું કે સરકાર પર દેણુ ગંભીર છે. જંગી રકમ કૌભાંડો અને ખોટા ખર્ચમાં વેડફાઈ ગઈ છે. 36 ટ્રીલીયન ડોલરનુ દેવુ છે.ગત વર્ષે 1.8 ટ્રીલીયન ડોલરની ખાદ્ય હતી સરકાર આર્થિક મોરચે સરખુ કરવા માંગે છે. વિપક્ષ દ્વારા ટ્રમ્પ તંત્ર પર નિશાન સાધવામાં આવ્યું છે.