Paris,તા.30
ગાઝા ક્ષેત્રમાં ઈઝરાયેલ દ્વારા હવે અમાનવીય સ્થિતિ બનાવાતા તથા લાખો પેલેસ્ટાઈન નાગરિકો ભૂખમરાનો સામનો કરી રહ્યા હોવાના અહેવાલ બાદ યુરોપમાં હવે ઈઝરાયેલ તથા અમેરિકાની ગાઝા નીતિનો વિરોધ વધુ મજબૂત બન્યો છે.
ફ્રાન્સે પેલેસ્ટાઈનને એક દેશ તરીકે માન્યતા આપ્યા બાદ હવે બ્રિટને પણ ચેતવણી આપી છે કે જો ઈઝરાયેલ સરકાર તાત્કાલીક યુદ્ધવિરામ જાહેર નહી કરે તો તે પણ પેલેસ્ટાઈનને એક અલગ દેશ તરીકે માન્યતા આપશે.
ઈઝરાયેલના સૈનિકો રાહત છાવણીમાં ખોરાક લેવા ઉમટતા પેલેસ્ટાઈની પર ગોળીબાર કરી રહ્યું છે અને રાહત છાવણીમાં હુમલા કરી મહિલા બાળકોને પણ નિશાન બનાવી રહ્યું છે તેની સામે વિરોધ વધતો જાય છે તે વચ્ચે હવે બ્રિટને પણ દબાણ વધાર્યુ છે અને ફ્રાન્સના પગલે જવાની ચેતવણી આપી છે.