Mumbai તા.20
રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદીનો ઝટકો સિમેન્ટ કંપનીઓને પણ લાગ્યો હોય તેમ પખવાડીયા પુર્વે લાગુ કરેલો ભાવ વધારો પાછો ખેંચી લીધો છે. ઉત્પાદન ખર્ચનાં વધારાને પહોંચી વળવા કંપનીઓએ ચાલુ માસના પ્રારંભે ભાવ વધારો કર્યો હતો તે પાછો ખેંચ્યો છે.
સિમેન્ટ ઉત્પાદકોને કુલ ઉત્પાદન ખર્ચનાં 22 થી 24 ટકા વિજળી-ઈંધણનો થતો હોય છે. પેટકોકને ખર્ચ જ સરેરાશ 15 ટકા આવે છે. પેટકોકનાં વૈશ્વિક ભાવમાં 13 ટકા તથા ઘરઆંગણે 10 ટકાનો વધારો થયો હતો. એટલે કંપનીઓએ ભાવ વધારો કર્યો હતો પરંતુ ડીમાંડ પ્રભાવીત થતાં તે પાછો ખેંચાયો છે.
સિમેન્ટ ઉત્પાદકોને આયાતી સ્વદેશી પેટકોક-કોલસાનાં ઉપયોગનો વિકલ્પ હોય છે. પેટકોકની ખર્ચ ઓછા આવતો હોવાથી તેનો વધુ ઉપયોગ થતો હતો પરંતુ તેમાં તાજેતરનાં ભાવ વધારો થતા તે કોલસાથી પણ મોંઘો થયો છે.
નિષ્ણાતોના કહેવા પ્રમાણે નબળો લાઈમસ્ટોન વાપરતી કંપનીઓ માટે રાતોરાત કોલસાનો ઉપયોગ શરૂ કરવાનું શકય નથી. પેટકોકનાં ઉંચા ભાવ તથા ડોલર સામે રૂપિયાની મજબુતાઈ ઉત્પાદન ખર્ચ વધુ ઉંચો જવાની આશંકા છે.
ભારતમાં કોલસાની ઉપલબ્ધતા પણ એક મોટો મુદ્દો છે. કંપનીઓ પાસે ઘણા સમય માટેનો સ્ટોક છે તેનો નિકાલ ન થાય ત્યાં સુધી પણ તેઓ ઈંધણમાં બદલાવ કરી શકે તેમ નથી.
સિમેન્ટ ઉદ્યોગનું પરફોર્મન્સ નબળુ પડયુ છે તેવા સમયે જ પેટકોકમાં ભાવ વધારાથી કંપનીઓને ફટકો છે.ચાલુ વર્ષમાં સિમેન્ટની ડીમાંડમાં માત્ર 3.5 ટકાનો જ વધારો થયો છે. ચાલુ માસનાં પ્રારંભે કંપનીઓએ 10 થી 30 રૂપિયા સુધીનો ભાવ વધારો કર્યો હતો તેમાં હવે 10 રૂપિયા ઘટાડી નાખવામાં આવ્યા છે.