Sydney,તા.13
ઓસ્ટ્રેલિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમની કેપ્ટનશીપ પેટ કમિન્સને સોંપવામાં આવી છે, પરંતુ તે ટુર્નામેન્ટ રમી શકશે કે નહીં તે હાલ કહેવું મુશ્કેલ છે. જેક ફ્રેઝરને ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્થાન મળ્યું નથી.
જ્યારે પસંદગીકારોએ એરોન હાર્ડી અને મેથ્યુ શોર્ટને ટીમમાં સામેલ કર્યા છે. ઉપરાંત નાથન એલિસ પણ ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને યુએઈમાં થઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયા આ આઇસીસી ટુર્નામેન્ટનું બે વાર વિજેતા રહ્યું છે.
કમિન્સ કેપ્ટન છે, પણ તે રમશે કે નહીં તે ઈજા પર નિર્ભર
આઠ વર્ષ પછી યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પસંદગીકારોએ ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ પેટ કમિન્સને સોંપી છે. પરંતુ ટીમમાં પસંદગી મળી છતાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન પગની ઘૂંટીમાં થયેલી ઈજાને કારણે કમિન્સ ટુર્નામેન્ટમાં રમશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનાં મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઈલીએ પણ ઈજાનો ઉલ્લેખ કરતી વખતે આ આશંકા વ્યક્ત કરી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), એલેક્સ કેરી, નાથન એલિસ, એરોન હાર્ડી, જોશ હેઝલવૂડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝમ્પા.