લગ્નની લાલચ આપી બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યાની પૂર્વ મંગેતરે ફરિયાદ નોંધાવી’તી
Rajkot, તા.18
જાણીતા ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે 29 વર્ષીય પૂર્વ મંગેતરએ નોંધાવેલી દુષ્કર્મના ગુનામાં પોલીસ ધરપકડની દેહશત કરેલી આગોતરા જામીન અરજી હાઇકોર્ટે મંજુર કરતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી 29 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી જીત પાબારી દ્વારા બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાની પૂર્વ મંગેતરે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે વર્ષ 2014માં ફેસબુકમાં જીત પાબારીની ફ્રેન્ડ રીકવેસ્ટ આવેલી ત્યારથી અમો બંને સંપર્કમાં આવ્યા હતા. જીત પાબારીએ મને જણાવેલ કે મને તું પસંદ છો અને મારે તારી સાથે લગ્ન કરવા છે. મારા મમ્મી, પપ્પા અને કુટુંબીજનો સાથે વાત કરી લ્યો જેથી જીતના માતાપિતા મારા માતા પિતાને મળેલ અને અમોના લગ્ન અંગેની વાતચીત કરેલ અને બંને પરિવારજનો લગ્ન બાબતે સહમત થયા હતા.બાદ અંગત પળોના ફોટા અને વિડિયો બનાવી તે વાયરલ કરવા બ્લેકમેલ કરી અવારનવાર દુષ્કર્મ ગુજારી અને લગ્ન કરવાનો ઇનકાર કર્યા અંગેનું ફરિયાદમાં જણાવ્યું હતું.
ફરીયાદ નોંધ્યા બાદ પોલીસ ધરપકડની દેહશતથી જીત રસીકભાઈ પાબારીએ રાજકોટ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી રદ થતા હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષોની રજૂઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ લઈ હાઇકોર્ટ દ્વારા જીત પાબારીની આગોતરા જામીન અરજી મંજુર કરતો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસમાં આરોપી વતી રાજકોટના યુવા એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી, વૈભવ બી. કુંડલીયા, શિવરાજસિંહ જાડેજા, લીગલ આસીસ્ટન્ટ જયદિપ ડી. ગઢીયા રોકાયા હતા.