Raipur,તા.05
છતીસગઢના બિલાલપુર રેલવે સ્ટેશનોએ મેમુ (પેસેન્જર ટ્રેન) તથા માલગાડી વચ્ચેની ટકકરમાં મૃત્યુ આંક વધીને 11નો થયો છે. અહીના ગતોરા સ્ટેશન નજીક જ આ દુર્ઘટના બની હતી. જેમાં મેમુ ટ્રેનના ચાલકે રેડ સિગ્નલ થંભી જવા માટેનો સંકેત હોવા છતાં પણ તે જ ટ્રેક પર ટ્રેન આગળ ધપાવી હતી.
આ સમયે મેમુ ટ્રેન સ્પીડમાં હતી અને ટકકર એટલી ભીષણ હતી કે મેમુ ટ્રેનનો કોચ માલગાડી પર ચડી ગયો હતો અને 20થી વધુને ઈજા થઈ હતી. રાત્રીના સમયે બનેલી આ દુર્ઘટનામાં મોટાભાગના મુસાફરો જેમાં 11ને ઉંઘમાં જ મોત મળ્યુ હતું.
મૃતકોના પરિવારજનોને રૂા.10-10 લાખની સહાય કરવામાં આવી છે તથા જે લોકો આ અકસ્માતના કારણે અહી ફસાયા હતા. તેઓને આગળની મુસાફરી માટે ખાસ ટ્રેન દોડાવાઈ છે.

