Gandhinagar,તા.૨૩
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત નવી દિલ્હી જવાના છે. આગામી ૨૪ મેનાં રોજ નીતિ આયોગની બેઠકમાં હાજરી આપશે. ૨૬ અને ૨૭ મેનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત દેશનાં એનડીએ શાસકીય મુખ્યમંત્રીઓ બેઠકમાં હાજરી પુરાવશે તેમ જાણવા મળેેલ છે.માહિતી મુજબ ૨૪ મેનાં રોજ નીતિ આયોગની મહત્વની બેઠક યોજાશે, જેમાં મુખ્ય સચિવો પણ હાજર રહેશે. મુખ્યમંત્રી પટેલનો દિલ્હી પ્રવાસ ગોઠવાતા મંત્રીમંડળમાં કોઈ ફેરફાર આવશે કે શું તે અંગે લોબીમાં ચર્ચાઓને વેગ મળ્યો છે. આગામી દિવસોમાં કોઈ મોટી હલચલ દેખાય તેના પણ સંકેતો મળી રહ્યાં છે. કેબિનેટ બેઠકમાં મંત્રીઓની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી શકે છે. હવે મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે કે કોઈને છુટા કરાશે તે આગળનો સમય બતાવશે.

