Morbi,તા.16
શહેરની ખાનગી સ્કૂલમાં ગઈકાલે સ્વીમીંગ પુલમાં નહતી વખતે ડૂબી જતા ૧૬ વર્ષના વિદ્યાર્થીનું મોત થયું હતું જે બનાવ મામલે ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના વીરપર નજીક આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં મંગળવારે બપોરે દુખદ બનાવ બન્યો હતો જ્યાં શાળાના સ્વીમીંગ પુલમાં વિદ્યાર્થીઓ સ્વીમીંગ કરતા હતા ત્યારે પ્રીત ગીરીશભાઈ ફળદુ (ઉ.વ.૧૬) નામનો વિદ્યાર્થી ડૂબી જતા મૃત્યુ થયું હતું બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે બનાવ મામલે શાળાના સંચાલક હાર્દિકભાઈ પાડલીયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈકાલે શાળામાં બાળકનું મોત થયું હતું પ્રીત ફળદુ શાળામાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતો હતો જે બપોરે અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે સ્વીમીંગ પુલમાં સ્વીમીંગ કરતો હતો અગાઉ ૧-૨ રાઉન્ડ લગાવી ચુક્યો હતો કોચ દ્વારા સેફટી સાધનો આપવામાં આવ્યા હતા પરંતુ તેને ઉપયોગ કર્યો ના હતો અને સ્વીમીંગ કરતા અચાનક જ ઉભો રહી જાય છે અને પડી જાય છે તેવું પ્રથમ દ્રષ્ટીએ સીસીટીવી જોતા નજરે પડે છે જેથી હાજર કોચ અને વિદ્યાર્થીઓએ બહાર કાઢી પ્રાથમિક CPR અપાયું હતું પરંતુ નાક અને મોઢામાંથી લોહી નીકળતું હતું જેથી ૧૦૮ ને ફોન કર્યો હતો પરંતુ એમ્બ્યુલન્સને મોડું થતા શાળાની કારમાં હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં બાળકનું મોત થયું હતું ઘટના દુખદ છે શું કહેવું તે ખબર નથી પરંતુ પોલીસ અને તંત્રને પુરતો સહયોગ આપશું અને પોલીસને સીસીટીવી ફૂટેજ આપી દીધા છે જેને આધારે પોલીસ તપાસ ચલાવી રહી છે
મૃતદેહ વતનમાં લઇ જઈને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
મૃતક બાળક પ્રીત ફળદુનો પરિવાર જુનાગઢ જીલ્લાનો વતની હોવાથી પીએમ સહિતની કાર્યવાહી પતાવ્યા બાદ પરિવાર મૃતદેહને વતન કેશોદ તાલુકાના શાપર ગામ લઇ ગયા હતા જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તો ટંકારા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે