China,તા.30
ચીન દ્વારા મેગ્નેટિક લેવિટેશન (મેગ્લેવ) ટેક્નોલોજીમાં વિશ્વનો સૌથી ઝડપી સિસ્ટમનો રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિ ચીન દ્વારા નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેક્નોલોજીમાં આવેલા મેગ્લેવ ટીમના 400 મીટરની ટેસ્ટ લાઇન પર મેળવવામાં આવી હતી.
આ સિદ્ધિ દ્વારા એ દુનિયાની સૌથી ઝડપી સુપરક્નડક્ટિવ ઇલેક્ટ્રિક મેગ્લેવ સિસ્ટમ બની ગઈ છે. આ સિસ્ટમનો ઉપયોગ ટ્રાન્સપોર્ટેશન માટે કરવામાં આવે તો તેના દ્વારા એક ગજબનું પરિવર્તન આવી જશે.
આ સિસ્ટમને કારણે ખૂબ જ ઝડપથી ટ્રાવેલ કરી શકાશે અને એ પણ ઓછા સમયમાં. મેગ્લેવ ટીમ છેલ્લા એક દાયકાથી આ ટેક્નોલોજી પર કામ કરી રહી હતી. તેમને ઘણાં ટેક્નિકલ અવરોધ આવી રહ્યાં હતાં જેને તેમણે હવે દૂર કર્યાં છે. આ અવરોધમાં અલ્ટ્રા-હાઇ-સ્પીડ ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રોપલ્શન, ઇલેક્ટ્રિક સસ્પેન્શન ગાઇડન્સ, ટ્રાન્સિયન્ટ હાઇ-પાવર એનર્જી સ્ટોરેજ ઇન્વર્ટર્સ અને હાઇ-ફિલ્ડ સુપરક્નડક્ટિંગ મેગ્નેટ્સનો સમાવેશ થાય છે.
આ તમામ અવરોધને દૂર કરી ચીન દ્વારા એડ્વાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રેકોર્ડ બે્રકિંગ સ્પીડ મેળવવાની સાથે ચીન દુનિયામાં સૌથી ઝડપી અલ્ટ્રા-હાઇ-સ્પીડ મેગ્લેવ ટેક્નોલોજી ધરાવતો દેશ બની ગયો છે.
ચીન દ્વારા આ ટેક્નોલોજી મેળવવામાં આવી છે એનો ઉપયોગ ભવિષ્યના ટ્રાન્સપોર્ટેશન માટે કરી શકાય છે. ચીનમાં વેક્યુમ ટ્યુબ મેગ્લેવ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ માટે એનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
આ દ્વારા એરોસ્પેસ બૂસ્ટ લોન્ચિંગ અને એક્સપેરિમેન્ટલ ટેસ્ટિંગ માટે પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાય છે. આ ટેક્નોલોજીની મદદથી રેલ ટ્રાન્સપોર્ટેશનમાં ખૂબ જ વિકાસ થશે. લોકો હવે એક હજાર કિલોમીટરનું ટ્રાવેલ પણ થોડી મિનિટોમાં કરી શકશે.

