China,
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર ટાર્ગેટ કરીને 145% જેટલા ઉંચા ટેરીફ લાદી દીધા બાદ હવે ચીને તેના બ્રહ્માસ્ત્ર જેવા કાચા માલની નિકાસનો ઉપયોગ શરૂ કર્યો છે અને વિશ્વમાં સૌથી વધુ રેર-અર્થ-મિનરલ એટલે કે મૂળભૂત કુદરતી ખનીજ જેવા કે ડિસ્પોસીયમ અને નિયોડિયમ જે એક અલભ્ય રાસાયણીક ખનીજ છે જેના પરમાણું ગુણ અત્યંત મહત્વના છે.
મહત્વની ખૂબજ જટીલ ટેકનોલોજી જેમકે મિસાઈલ, પવન ઉર્જા ટર્બાઈન અને ઈલેકટ્રીક વાહનોના નિર્માણમાં અત્યંત જરૂરી છે તેની નિકાસ પ્રતિબધીત કરી છે અને તેની સીધી અસર અમેરિકી ટેક ઈન્ડસ્ટ્રીઝ પર થશે. અમેરિકાએ અગાઉ જ આ પ્રકારના રેર અર્થ મટીરીયલ માટે ચીન પરનો આધાર ઘટાડયો છે.
તેથી જ તે યુક્રેન અને ગ્રીનલેન્ડ જેવા દેશો જયા આ પ્રકારના ખનીજો ભરપુર યાત્રામાં ધરાવે છે તેના પર પોતાનો કબ્જો કરવા પ્રયાસ કરી રહ્યું છે પણ આ રો-ખનીજને રીફાઈન કરવામાં ચીન પર જ સૌથી વધુ આધાર રાખવો પડે તેમ છે. ચીન ઉપરાંત વિયેતનામ, બ્રાઝીલ અને રશિયા ભારત-યુક્રેન અને ગ્રીનલેન્ડમાં આ પ્રકારના ખનીજ મળે છે પણ સૌથી વધુ ઉત્પાદન- રીફાઈનીંગ સુવિધા ચીનમાંજ છે અને ચીન તેમાં 90% હિસ્સો ધરાવે છે.
અગાઉ અમેરિકાએ આ પ્રકારના ખનીજ માટે કેટલીક ભારતીય કંપનીઓ પરનો પ્રતિબંધ દુર કર્યો હતો અને હાલમાંજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત સમયે પણ બન્ને દેશો વચ્ચે આ પ્રકારના રેર-અર્થ-મટીરીયલના શોપ- રીફાઈનીંગ માટે કરાર થયા છે.
આમ આ પ્રકારની વ્યુહાત્મક નિકાસ પુરી રીતે અને તાત્કાલીક પ્રતિબંધ મુકી ચીને હવે અમેરિકાના અનેક ઉદ્યોગો માટે પ્રશ્ર્ન સર્જયા છે. અમેરિકામાં 35 વિમાનના પરમેનન્ટ મેગ્નેટ ઉપરાંત લેસર ટાર્ગેટ સીસ્ટમ, મિસાઈલ ગાઈડન્સ સીસ્ટમ વિ.માં આ રીફાઈન્ડ રસાયણ ખનીજ મહત્વના છે.
એટલુ જ નહી ટેસ્લાની ઈલેકટ્રીક કારથી લઈને સ્પેસ એકસના રોકેટમાં પણ આ પ્રકારના મટીરીયલની ભૂમિકા છે. ઈવન અમેરિકામાં પણ અનેક અર્થ મટીરીયલને રીફાઈન કરવા ચીન મોકલવા પડે છે.
♦ ચીન 44% ભંડાર: રીફાઈનીંગ ક્ષમતા 100%
♦ વિયેતનામ 22% ભંડાર: ચીનમાં રીફાઈનીંગ થાય છે
♦ બ્રાઝીલ 21% ભંડાર: ચીનમાં રીફાઈનીંગ થાય છે
♦ રશિયા 19% ભંડાર: ખુદની રીફાઈનીંગ ક્ષમતા
♦ ભારત 6.9% ભંડાર: રીફાઈનીંગ ક્ષમતા બની રહી છે
♦ ઓસ્ટ્રેલિયા 4.2% ભંડાર: ખુદ રીફાઈન કરે છે
♦ અમેરિકા 2.3% ભંડાર: ચીન રીફાઈનીંગ કરે છે
♦ ગ્રીનલેન્ડ 1.5% ભંડાર: કોઈ ક્ષમતા નથી