Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,Lalu Prasad

    June 17, 2026

    સોદો હજુ અંતિમ નથી,જો તેમને કરાર પસંદ નથી, તો અમે તેમના પર બોમ્બમારો કરીશું,Donal Trump

    June 17, 2026

    Shubman Gill સૌથી ઝડપી વનડે સદી ફટકારનાર પાંચમો ભારતીય કેપ્ટન બન્યો

    June 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,Lalu Prasad
    • સોદો હજુ અંતિમ નથી,જો તેમને કરાર પસંદ નથી, તો અમે તેમના પર બોમ્બમારો કરીશું,Donal Trump
    • Shubman Gill સૌથી ઝડપી વનડે સદી ફટકારનાર પાંચમો ભારતીય કેપ્ટન બન્યો
    • વિકાસ ફક્ત જીડીપી દ્વારા નહીં, પરંતુ તેના હેતુ, દિશા અને લાભાર્થીઓ દ્વારા માપવો જોઈએ,PM Narendra Modi
    • Brijbhushan Singh અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે
    • સાયબર ગુનેગારો પરોપજીવી જેવા હોય છે,CJI Suryakant
    • Ishan Kishan વનડેમાં ૧,૦૦૦ રન પૂરા કર્યા, અફઘાનિસ્તાન સામે સદી ફટકારીને ખાસ યાદીમાં સ્થાન મેળવ્યું
    • Shreyas Iyer ને નોંધપાત્ર નુકસાન, રહેમાનુલ્લાહ ગુરબાઝને આઇસીસી વનડે રેન્કિંગમાં નોંધપાત્ર ઉછાળો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»China ની ફરી ચાલબાજી, દુનિયાનો સૌથી મોટો ડેમ તૈયાર કરવાનું શરુ કર્યું
    રાષ્ટ્રીય

    China ની ફરી ચાલબાજી, દુનિયાનો સૌથી મોટો ડેમ તૈયાર કરવાનું શરુ કર્યું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 17, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    યારલુંગ ત્સાંગપો નદી તિબેટમાંથી વહીને ભારતમાં ‘સિયાંગ’ નામે પ્રવેશે છે અને આગળ જતાં તે અસમમાં વિશાળ બ્રહ્મપુત્રા નદી બને છે

    (સંપૂર્ણ સમાચાર સેવા)

    New Delhi, તા.૧૭

    ચીન પોતાની નાપાક ચાલબાજીઓથી અટકવાનું નામ નથી લઈ રહ્યું. તેણે સત્તાવાર રીતે તિબેટમાં યારલુંગ ત્સાંગપો નદીના નીચલા પ્રવાહ પર વિશ્વના સૌથી મોટા ડેમનું નિર્માણ કાર્ય શરૂ કરી દીધું છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ નિર્માણ સ્થળ ભારતીય સરહદથી માત્ર ૫૦ કિલોમીટરની દૂરી પર આવેલું છે. આ વિશાળ પ્રોજેક્ટના કારણે બ્રહ્મપુત્રા નદીના નીચલા પ્રવાહવાળા વિસ્તારો, ખાસ કરીને અરૂણાચલ પ્રદેશ અને આસમના માથે ગંભીર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ગુપ્તચર સૂત્રો અને સેટેલાઇટ તસવીરોથી ખુલાસો થયો છે કે ભારતની સતત આપત્તિઓ છતાં ચીન આ પરિયોજનાને ખૂબ જ ઝડપથી આગળ ધપાવી રહ્યું છે.યારલુંગ ત્સાંગપો નદી તિબેટમાંથી વહીને ભારતમાં ‘સિયાંગ’ નામે પ્રવેશે છે અને આગળ જતાં તે અસમમાં વિશાળ બ્રહ્મપુત્રા નદી બને છે. ભારતીય અધિકારીઓએ આ મેગા-ડેમને લઈને ગંભીર ચેતવણી જાહેર કરી છે. આશંકા સેવાઈ રહી છે કે આ બંધના કારણે નદીના પાણીનો કુદરતી પ્રવાહ સંપૂર્ણપણે પ્રભાવિત થઈ શકે છે, જેનાથી સ્થાનિક પર્યાવરણને ભારે નુકસાન પહોંચશે. એટલું જ નહીં, નીચલા વિસ્તારોમાં ખેતીવાડી વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગશે અને અરૂણાચલ પ્રદેશ તથા આસમમાં પૂરની અણધારી તેમજ જોખમી સ્થિતિ સર્જાી શકે છે. જોકે, ચીન એવો દાવો કરી રહ્યું છે કે આ પ્રોજેક્ટનો હેતુ માત્ર મોટા પાયે જળવિદ્યુત પેદા કરવાનો છે, પરંતુ ભારત જેવા નીચલા પ્રવાહ ધરાવતા દેશો માટે તેના પરિણામો અત્યંત સંવેદનશીલ અને અસ્થિર કરનારા સાબિત થઈ શકે છે.આ સંવેદનશીલ સ્થિતિ પર ભારત સરકાર સતત ચાંપતી નજર રાખી રહી છે. લોકસભામાં આપવામાં આવેલા એક લેખિત જવાબમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે બ્રહ્મપુત્ર નદી બેસિન સાથે જોડાયેલી દરેક પ્રવૃત્તિ અને ચીનની જળવિદ્યુત યોજનાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહી છે. નીચલા વિસ્તારોમાં રહેતા ભારતીય નાગરિકોના જીવ, સંપત્તિ અને આજીવિકાની રક્ષા કરવા માટે સરકાર તમામ જરૂરી અને યોગ્ય પગલાં ઉઠાવી રહી છે.ચીનના આ સંભવિત ખતરાનો સામનો કરવા માટે ભારત સરકાર બે સ્તરે કામ કરી રહી છે. પ્રથમ સ્તરે, ભારતે ચીની સત્તાધીશો સમક્ષ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે અને ચીનને સરહદ પારની નદી પરિયોજનાઓ અંગે સંપૂર્ણ પારદર્શિતા રાખવા, રીઅલ-ટાઇમ ડેટા શેર કરવા તેમજ કોઈ પણ નવું બાંધકામ કરતા પહેલા પૂર્વ પરામર્શ કરવા માટે દ્રઢતાપૂર્વક જણાવ્યું છે. બીજા સ્તરે, ચીનના કોઈ પણ આકસ્મિક પગલાનો સામનો કરવા માટે સરકાર પૂર્વોત્તર રાજ્યોમાં પોતાની સ્થિતિ મજબૂત કરી રહી છે. આ વ્યુહરચના અંતર્ગત પૂરની આગાહી કરતી સિસ્ટમ, નદી મોનિટરિંગ નેટવર્ક અને ઈન્ળાસ્ટ્રક્ચરને ઝડપથી અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈ પણ ઈમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક એક્શન લઈ શકાય.

    CHINA China's trick again started preparing
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,Lalu Prasad

    June 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    સોદો હજુ અંતિમ નથી,જો તેમને કરાર પસંદ નથી, તો અમે તેમના પર બોમ્બમારો કરીશું,Donal Trump

    June 17, 2026
    મુખ્ય સમાચાર

    વિકાસ ફક્ત જીડીપી દ્વારા નહીં, પરંતુ તેના હેતુ, દિશા અને લાભાર્થીઓ દ્વારા માપવો જોઈએ,PM Narendra Modi

    June 17, 2026
    મુખ્ય સમાચાર

    Brijbhushan Singh અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે

    June 17, 2026
    રાષ્ટ્રીય

    સાયબર ગુનેગારો પરોપજીવી જેવા હોય છે,CJI Suryakant

    June 17, 2026
    મુખ્ય સમાચાર

    Russia પાસેથી ઓઈલ ખરીદવા ભારત પર પ્રતિબંધ મૂકશે Donald Trump

    June 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,Lalu Prasad

    June 17, 2026

    સોદો હજુ અંતિમ નથી,જો તેમને કરાર પસંદ નથી, તો અમે તેમના પર બોમ્બમારો કરીશું,Donal Trump

    June 17, 2026

    Shubman Gill સૌથી ઝડપી વનડે સદી ફટકારનાર પાંચમો ભારતીય કેપ્ટન બન્યો

    June 17, 2026

    વિકાસ ફક્ત જીડીપી દ્વારા નહીં, પરંતુ તેના હેતુ, દિશા અને લાભાર્થીઓ દ્વારા માપવો જોઈએ,PM Narendra Modi

    June 17, 2026

    Brijbhushan Singh અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે

    June 17, 2026

    સાયબર ગુનેગારો પરોપજીવી જેવા હોય છે,CJI Suryakant

    June 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,Lalu Prasad

    June 17, 2026

    સોદો હજુ અંતિમ નથી,જો તેમને કરાર પસંદ નથી, તો અમે તેમના પર બોમ્બમારો કરીશું,Donal Trump

    June 17, 2026

    Shubman Gill સૌથી ઝડપી વનડે સદી ફટકારનાર પાંચમો ભારતીય કેપ્ટન બન્યો

    June 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.