Chotila,તા.૩૦
સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને માહિતી મલી હતી કે ચોટીલામાં અમદાવાદ રાજકોટ હાઈવે પર બલદેવ હોટેલના કંપાઉન્ડમાં દારૂનો જથ્થો ભરેલો ટ્રક પડ્યો છે. જેને આધારે પોલીસે અહીં તપાસ હાથ ધરી હતી. તપાસમાં ટ્રકમાંથી રૂ. ૨૨,૩૬,૫૬૧ રૂપિયાની કિંમતની ૩૫૩૬ દારૂની બોટલો કબજે કરવામાં આવી હતી.
પોલીસે આ કેસમાં દારૂનો જથ્થો ભરીને લાવનારા રાજસ્થાનના અર્જુનદાસ એ સાદની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર, દારૂનો જથ્થો ભરી આપનારા સહિત ત્રણ ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. પોલીસે દારૂનો જથ્થો અને ટ્રક મળીને કુલ રૂ. ૩૩,૦૧,૫૬૧ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે ચોટીલા પોલીસ વધુ તપાસ કરી રહી છે.