Rajkot, તા. 9
મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી રૂ.569.19 કરોડના ચાર પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂ.224.26 કરોડના જુદા જુદા 56 પ્રકલ્પોના ખાતમુહૂર્ત તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધિન 1.5 બીએચકે ના 1010 આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો તથા રૂડાના ઇડબલ્યુએસ-2 કેટેગરીના ખાલી 210 આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા.13ના શુક્રવારે બપોરે 12 કલાકે વોર્ડ નં.2માં આવેલ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે તેવું આજે મનપાએ જાહેર કર્યુ છે.
રૈયામાં પ6પ કરોડના ખર્ચે બનેલા અટલ સ્માર્ટ સીટીનું સત્તાવાર ઉદઘાટન કરવામાં આવશે. તો નવી 22 સીટી બસ, ડ્રેેનેજ શાખાના જેટીંગ મશીનના લોકાર્પણ તથા જુદી જુદી શાખાના રર4 કરોડના ખાતમુહૂર્તનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધિન 1.5 બીએચકે ના 1010 આવાસ અને રૂડાના ખાલી 210 આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો મુખ્યમંત્રી કરશે.
આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, મંત્રી બિનાબેન આચાર્ય, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે. ચેરમેન જયમીન ઠાકર, કમિશનર તુષાર સુમેરા, મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, હાઉસિંગ ચેરમેન નીતિનભાઈ રામાણી, આગેવાનો, અધિકારીઓ વગેરે હાજર રહેશે.