New Delhi,તા.1
દુધમાં ભાવવધારાથી મોંઘવારીના માસ વચ્ચે રાંધણગેસમાં રાહત જાહેર કરવામાં આવી છે. પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા કોમર્સીયલ રાંધણગેસ સિલીન્ડરના ભાવમાં રૂા.17નો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે, સબસીડીયુક્ત-ગૃહવપરાશના એલપીજી સિલીન્ડરના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે.
આજે 1 મેના રોજ કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ હવે 1868.50 રૂપિયાને બદલે 1851.50 રૂપિયા થઈ ગયો છે. જ્યારે મુંબઈમાં આ સિલિન્ડરની કિંમત હવે 1713.50 રૂપિયાને બદલે 1699 રૂપિયા અને ચેન્નાઈમાં 1921.50 રૂપિયાને બદલે 1906.50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે દિલ્હીમાં 1747.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
જ્યારે ઘરેલું રાંધણ એલપીજી ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. આજે 1 મે, 2025 ના રોજ ઘરેલું LPG સિલિન્ડર દિલ્હીમાં 853 રૂપિયામાં, કોલકાતામાં 879 રૂપિયામાં, મુંબઈમાં 852.50 રૂપિયામાં અને ચેન્નાઈમાં 868.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
ઘરેલુ LPG ગેસના ભાવ 8 એપ્રિલના રોજ અપડેટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારે 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડરના ભાવમાં 50 રુ.નો વધારો કર્યો હતો. આ વધારો લગભગ એક વર્ષ પછી થયો હતો. 1 એપ્રિલના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો હતો.