New Delhi તા.1
ટોલ ટેકસથી માંડીને અનેકવિધ સોદાઓ આજથી મોંઘા થયા છે. જયારે પેટ્રોલીયમ કંપનીઓએ રાંધણગેસનાં ભાવમાં નોંધપાત્ર રાહત જાહેર કરી છે. કોમર્શીયલ રાંધણગેસ સિલીન્ડરમાં રૂા.41 નો ઘટાડો કરવામાં આવ્યો છે.
ભારતમાં આજથી નવા નાણાંકીય વર્ષની શરૂઆત સાથે કરવેરા સહીતનાં નિયમોમાં અનેકવિધ બદલાવ લાગુ થયા છે. અનેક સેવાઓ મોંઘી થઈ છે તેવા સમયે રાંધણ ગેસમાં ભાવ ઘટાડો કરાયો છે. 19 કિલો ગ્રામનાં કોમર્સીયલ ગેસ સીલીન્ડરના ભાવમાં રૂા.41 નો ઘટાડો કરાયો છે.
આજથી જ નવી કિંમતો લાગુ કરી દેવામાં આવી છે.પાટનગર દિલ્હીમાં હવે નવો ભાવ રૂા.1762 થયો છે. પેટ્રોલીયમ કંપનીઓએ કેલેન્ડર વર્ષનાં પ્રારંભે પણ કિંમતમાં રૂા.14.50 નો ઘટાડો કર્યો હતો.
સિલીન્ડર સસ્તો કરવા છતાં સબસીડીયુકત-ઘર વપરાશના રાંધણગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલીયમ કંપનીઓ દ્વારા વૈશ્ર્વિક કિંમતોનાં આધારે દર મહિને ભાવમાં બદલાવ કરવામાં આવતો હોય છે.આ મહિને રાંધણગેસ સસ્તો કરાતા હોટેલ-રેસ્ટોરા તથા કોમર્શીયલ ગ્રાહકોને તેને ફાયદો મળશે.
આ મહિને રાંધણ ગેસ સસ્તો કરાયો છે. પરંતુ ગત મહિને રૂા.6 નો વધારો કરાયો છે. અત્યાર સુધીમાં રાંધણગેસની કિંમતમાં સૌથી ઓછી વૃધ્ધિ ચાલુ વર્ષે છે.