Ahmedabad ,તા.4
ચોમાસામાં તૂટી જતા અને ખાડા પડી જતા રસ્તાઓની ફરિયાદોને ધ્યાનમાં રાખીને, મ્યુનિસિપલ કમિશનરે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્ર મુજબ, હવેથી દર ત્રણ મહિને શહેરના તમામ રસ્તાઓ અને ટ્રાફિક સિગ્નલોનું વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવશે, જેથી લોકોને સારા અને ટકાઉ રસ્તાઓ મળી રહે. આ નિર્ણયથી વાહનચાલકોની સુરક્ષા પણ વધશે.
આ પરિપત્રમાં કમિશનરે સ્પષ્ટતા કરી છે કે, લાંબા ગાળા માટે રસ્તાઓની ગુણવત્તા જાળવી રાખવા અને વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નિયમિત મેન્ટેનન્સ અત્યંત જરૂરી છે. આ ઇન્સ્પેક્શન દરમિયાન રસ્તાની સપાટી, સેન્ટ્રલ વર્જ, અને રાહદારીઓ માટેની ફૂટપાથનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે.
આ ઉપરાંત, ખોદકામ બાદ 24 કલાકની અંદર રિપેરિંગ કરવામાં આવ્યું છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે. આ નિયમિત મેન્ટેનન્સમાં નાના ખાડા, તિરાડો, ફૂટપાથનું રિપેરિંગ, પેઇન્ટિંગ, રોડ માર્કિંગ અને સ્ટ્રીટ ફર્નિચરની જાળવણીનો સમાવેશ થાય છે. આ કામો ઝડપથી પૂરા થવાથી રસ્તાની આવરદા વધશે. પરિપત્રમાં નીચેની બાબતો પર ખાસ ધ્યાન આપવાની સૂચના આપવામાં આવી છેઃ