Morbi,તા.17
મોરબીના ભક્તિનગર સર્કલ ઓવરબ્રિજ નજીક કન્ટેનરની ઠોકરે વૃદ્ધનું મોત થયું હતું બનાવ અંગે મૃતક વૃદ્ધના પુત્રએ કન્ટેનર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ કેશવનગર, જીવાપર (ચકમપર) હાલ મોરબી રહેતા દિલીપકુમાર જસમતભાઈ કાલરીયાએ કન્ટેનર ટ્રેઇલર જીજે ૧૨ એવાય ૯૭૪૧ ના ચાલક વિરુદ્ધ અકસ્માતની પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬ ના રોજ સવારે દસેક વાગ્યાના અરસામાં ફરિયાદીના પિતાજી જસમતભાઈ કેશવજીભાઇ કાલરીયા (ઉ.વ.૬૮) વાળા ભક્તિનગર સર્કલ ઓવરબ્રિજ શકત શનાળા તરફના છેડા પાસે રોડ ક્રોસ કરવા રોડની સાઈડમાં ઉભા હતા ત્યારે કન્ટેનર ટ્રેલર ચાલકે જસમતભાઈ કાલરીયાને હડફેટે લીધા હતા અકસ્માતમાં વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે