Rajkot,તા.14
શહેરમાં 13 વર્ષની બાળકીનો ફોટો એડિટ કરી દુષ્કૃત્ય કરતો દેખાડી તે ફોટો વિકૃત શખ્સે સ્ટેટ્સમાં મૂકી દેવાયાનો બનાવ સામે આવ્યો છે. રાજસ્થાની શખ્સને સગાઈ બાબતે જવાબ ન આપતાં વિફર્યો અને હજું ધો.8 માં અભ્યાસ કરતી દિકરીને બદનામ કરી નાંખી હતી. સાયબર ક્રાઈમે આરોપી સામે ગુનો નોંધ્યો પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.બનાવ અંગે રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે રહેતાં અને ફર્નિચરનું કામ કરતાં 34 વર્ષીય યુવાને નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અનીલ ચાંદમલ કુમાવત નામના શખ્સનું નામ આપતાં સાયબર ક્રાઈમ પોલીસે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ફર્નીચાર નુ છુટક કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ગઈ તા-13-02 ના ઈન્સ્ટાગ્રામ યુજર આઈડી ધારક કપિલ કુમાવત12744 વાળાએ ફરિયાદીના સાઢુ ભાઈના દીકરાના નામની ખોટી આઈડી બનાવી કનૈયાલાલના ઈન્સ્ટાગ્રામ આઈડી ક્રિષ્ના કુમાવત8782 આઈડીમાં મેસેજ કરેલ હતો. બાદ તા.16/02 ના કપિલ કુમાવત નામના આઇડીધારકના સ્ટેટસમાં ફરિયાદીની દીકરીનો ફોટો મુકેલ હતો અને બાદ કનૈયાલાલ સાથે મેસેજમાં ગાળા ગાળી કરેલ હતી.
બાદ તા.17/02/2025 ના કપીલ કુમાવત આઈડી ધારકે બે વ્યક્તિ સંભોગ કરતા હોય તેવા ફોટોમાં ફરિયાદીની દીકરી ગિરજાનુ મોઢુ રાખી ફોટો એડીટ કરી તે ફોટો સ્ટેટસમાં મુકેલ હતો. જેથી કનૈયાલાલે તેમને મેસેજ કરતા સામેના આઈડી ધારકે બે વ્યક્તિ સંભોગ કરતા અન્ય એક ફોટોમાં ફરિયાદીની દીકરીનુ મોઢુ લગાળી ફેક ફોટો મોકલેલ અને ગાળા ગાળી કરેલ હતી. જેથી તેઓએ સાયબર હેલ્પલાઇન 1930 માં ફોન કરી અરજી લખાવેલ હતી. જે બાદ સાયબર ક્રાઈમ રાજકોટમાં ફરીયાદ દાખલ કરી હતી. જે બાદ સાયબર ક્રાઈમ પીઆઈ એમ.એ.ઝણકાંત અને ટીમે તપાસ હાથ ધરતાં કપિલ કુમાવત વાળુ આઈડીના મોબાઈલ નંબરના આઈપીથી ફેબરુઆરી 2025 માં ઓપરેટ થયેલ છે, જે મોબાઈલ નંબર અનિલ ચાંદમલ કુમાવત વાપરે છે તેવું સામે આવ્યું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી સાયબર ક્રાઈમની ટીમે આરોપીને પકડવા તજવીજ આદરી છે.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, આરોપી અને તેઓ એક રાજ્યના છે. આરોપી પોતાના માટે ફરિયાદીની પુત્રી સાથે સગાઈ કરવાં માટે આવ્યો હતો. જે બાબતે ફરિયાદીની દિકરી હજું 13 વર્ષની હોય અને અભ્યાસ કરતી હોય જેથી જવાબ ન આપતા આ કૃત્ય કર્યાની પ્રાથમિક શંકા છે.