Morbi,તા.08
આરોપીએ ભોગ બનનાર સહીત ત્રણ સામે વળતી ફરિયાદ કરી
રાજકોટ રહેતી પરિણીતાને કોલ્ડ્રીંકસમાં ઘેની પદાર્થ પીવડાવી બે ઇસમોએ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જયારે સામાપક્ષે આરોપીએ ભોગ બનનાર મહિલા સહીત ત્રણ આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મ જેવા ગંભીર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પંદર લાખ જેટલી રકમ કઢાવવા યુવાનને ધમકી આપી જાતી પ્રત્યે અપમાનિત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેથી પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે
હાલ રાજકોટ ખાતે રહેતી પરિણીતાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી જયદીપ જેરામભાઈ ડાભી રહે-ભડિયાદ અને મિતેશ ભટ્ટ રહે-વીરપર વાળાએ તા. ૧૮-૧૧-૨૨ થી માર્ચ ૨૦૨૪ મોરબી વાંકાનેર હાઈવે પર રફાળેશ્વર ગામ નજીક આવેલ ભવ્ય હોટેલ ખાતે કોલ્ડ્રીંકસ પીવડાવી હોટેલના રૂમમાં પરિણીતા સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું તેમજ આરોપી જયદીપ ડાભીએ ફોટો અને વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી તેમજ પરિણીતાની દીકરીને ઉપાડી જવાની ધમકી આપી બ્લેકમેલ કરી મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે
જયારે સામાપક્ષે જયદીપ જેરામભાઈ ડાભીએ આરોપી મેહુલ ગઢવી રહે મોરબી, દીપકભાઈ વદર રહે જુનાગઢ અને ભોગ બનનાર પરિણીતા એમ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. ૦૬-૦૨-૨૦૨૫ પહેલા દોઢેક માસ પહેલા અને આજથી વીસેક દિવસ પૂર્વેના સમયગાળા દરમિયાન આરોપીઓએ ધમકી આપી હતી જેમાં ભોગ બનનાર મહિલા સાથે મૈત્રી સંબંધ હોવાનું મનદુઃખ રાખી આરોપી મેહુલ ગઢવીએ ઉપરાણું લઈને ત્રણેય આરોપીઓએ ડરાવી ધમકાવી દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને ફરિયાદી જયદીપ ડાભી પાસેથી બળજબરીથી રૂપિયા પંદર લાખ જેટલી રકમ કઢાવવા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ભયમાં મૂકી જાહેરમાં જાતી પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે