Jetpur,તા.15
વીરપુર પોલીસ મથક ન હદમાં કાગવડ ગામની સીમમાં પીજીવીસીએલના ચાલુ ટ્રાન્સફોર્મર માંથી તસ્કરો ઓઇલ અને કોપર વાયર ચોરી ગયા ની પોલીસ ફરિયાદ નોંધાય છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વીરપુર થી પાંચ કિલોમીટર દૂર કાગવડ ગામ નજીકના હેવન રિસોર્ટ તરફના રસ્તે જતા વળાંકમાં આવેલ દ્વારકાધીશ હોટલ પાસે અને પીઠડીયા ગામે રામ ટેકરી ના રસ્તે આવળ માતાજીની મંદિર પાસે પીજીવીસીએલના પાંચ કેવી એના બે ટ્રાન્સફોર્મર માંથી ૩૬લીટર ઓઇલ અને ૨૦ કિલો કોપર વાયર નો ૧૨૦૦૦ ના વાયર સહિત ૧૪૭૦૦ નીમતા ચોરાયાની જાણ થતા પીજીવીસીએલના જય કુમાર જયંતીલાલ રાવલ પ્રજાપતિ રહે ગોંડલ વાળાએ અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ ટીસી માંથી ઓઇલ અને કોપર વાયર ની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે વિરપુર પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલ એમ વી પરમાર એ તપાસ હાથ ધરી છે