kadi ,તા.૧૧
ગુજરાતમાં કોંગ્રેસ પરિવર્તનની દિશામાં આગળ વધી રહી છે. આવામાં ભાજપના નેતા નીતિન પટેલે કોંગ્રેસને મોટી સલાહ આપી છે. તેમણે કોંગ્રેસ અધિવેશન વિશે સવાલ ઉઠાવતા કહ્યું કે, કોંગ્રેસને રહી રહીને યાદ આવ્યા સરદાર. દેશમાં ભેગું થવું હોય તો સરદાર પટેલનું નામ લેવું પડશે.
મહેસાણાના કડી ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ કડીમાં સક્રિય કાર્યકર્તા સંમેલનમાં નીતિન પટેલ કોંગ્રેસ પર ગરજ્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસને રહી રહીને સરદાર પટેલ યાદ આવ્યા છે. કોંગ્રેસને ભગવાને બુદ્ધિ આપી અને કોંગ્રેસ ભેગી કરવા યાદ આવ્યું. ગાંધીજી, ઇન્દિરા, રાજીવના નામે કોંગ્રેસ દેશમાં નહીં ચાલે. દેશમાં ભેગું થવું હોય તો સરદાર પટેલનું નામ લેવું પડશે.
તેમણે આગળ કહ્યું કે, આલિયા,માલિયા, જમાલિયાનું નામ નહીં ચાલે. જવાહરલાલ નહેરુ હોય, ઈન્દિરા હોય કે રાજીવ ગાંધી હોય એ નહેરુ પરિવારનું નામ નહીં ચાલે. સરદાર વલ્લભભાઈનું નામ તણખલા જેવું સાબિત થઈ ચૂક્યું છે. પણ એમનું કાંઈ ચાલવાનું નથી, કોંગ્રેસ દેશમાં ખરાબ થઈ ગયા છે. દેશ વિરોધીઓને મદદ કરવી, આંતકવાદીઓને મદદ કરવી. વકફના કાયદાનો અભ્યાસ કરવો જરૂરી છે. વકફનો કાયદો ઇસ્લામી દેશોમાં નથી, આપણા દેશમાં હતો. મુસલમાન કહે ૧૦૦ વર્ષ પહેલાં મારા દાદાએ આ ખેતરમાં નમાઝ પઢી હતી. આ ખેતર વકફ બોર્ડને દાન આપી દઉં, વકફ બોર્ડ તેનો કબજો કરી લે. આવું દાયકાઓ સુધી ચાલ્યું હતું. આપણી સરકારે મુસ્લિમને અન્યાય ના થાય એવો વકફનો નવો કાયદો કર્યો છે.