Mumbai,તા.13
TAM AdEx ના રિપોર્ટ મુજબ, ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆતની 13 મેચોમાં ટીવી પરની જાહેરાતોના વોલ્યુમમાં 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડાનું એક મુખ્ય કારણ કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થવી અને બપોરની મેચોમાં ઓછો ખર્ચ છે.
આ મંદીનું કારણ દેશની આર્થિક સ્થિતિ પણ છે. ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે જાહેરાત આપતી મુખ્ય કંપનીઓ, જેમ કે FMCG અને ફૂડ એન્ડ બેવરેજીસ, પર અસર પડી છે. અચાનક પડેલા વરસાદ જેવી કુદરતી આફતોને કારણે ઠંડા પીણા અને એસી જેવી મોસમી વસ્તુઓની માંગ પણ ઘટી છે.
ગેમિંગ પ્લેટફોર્મ્સ પર કડક નિયમો આવવાને કારણે ફેન્ટસી સ્પોર્ટ્સ કંપનીઓએ પણ જાહેરાતો ઘટાડી દીધી છે, જોકે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત બ્રાન્ડ્સના ખર્ચને કારણે આ ઘટાડો થોડો ઓછો થયો છે.
TAM AdEx ના ડેટા મુજબ, જાહેરાત આપવામાં રસ લેતી કંપનીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. જાહેરાતની શ્રેણીઓ 22 ટકા ઘટીને 40 ની આસપાસ રહી ગઈ છે, જ્યારે જાહેરાત આપનારાઓની સંખ્યા 31 ટકા ઘટીને 45 થી થોડી વધારે છે.
IPL 2025 માં દેખાતી ઘણી વસ્તુઓ જેવી કે ગેમિંગ, સ્માર્ટફોન, એરલાઈન્સ અને રિયલ એસ્ટેટ આ સીઝનમાં ગાયબ છે. TAM મીડિયાના CEO એલ.વી. ક્રિષ્નને કહ્યું, IPL ને હજુ બે જ અઠવાડિયા થયા છે, એટલે કે 25 ટકા જ ટુર્નામેન્ટ પૂરી થઈ છે. શરૂઆતનો 3 ટકાનો આ ઘટાડો જલ્દી સરભર થઈ જશે. મોટી કંપનીઓ ટીવી પર વધુ ધ્યાન આપી રહી છે.
તેમણે વધુમાં ઉમેર્યું, નાની કંપનીઓ હવે એવા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈ રહી છે જ્યાં તેમને સસ્તામાં અને યોગ્ય ગ્રાહકો મળી રહે. જ્યારે આપણે ટીવી અને ડિજિટલ સ્ટ્રીમિંગ બંનેના આંકડાઓને સાથે જોઈશું, ત્યારે કુલ વૃદ્ધિ દેખાશે.
જાહેરાત આપતી કંપનીઓના પ્રકારમાં પણ ફેરફાર થયો છે. ગયા વર્ષે જે ગેમિંગ, બિસ્કિટ, ઓટોમોબાઈલ અને સ્માર્ટફોન જેવી કંપનીઓ ટોચ પર હતી, તેમની જગ્યાએ હવે ઈ-કોમર્સ સર્વિસ, ડિજિટલ વોલેટ અને બેંક જેવી સંસ્થાઓ આવી ગઈ છે. માઉથ ફ્રેશનર જાહેરાતોની બાબતમાં સૌથી મોટી કેટેગરી બની છે, જેનો ટીવી પર હિસ્સો 11 ટકાથી વધીને 14 ટકા થઈ ગયો છે.
એક મોટી કંપનીના માર્કેટિંગ ઓફિસરે જણાવ્યું કે, પશ્ચિમ એશિયાના સંકટને કારણે ઈંધણના ભાવ વધ્યાં છે, જેનાથી ઋખઈૠ કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વધી ગયો છે અને તેની અસર જાહેરાત બજેટ પર પડી છે.

