Uttarakhand ,તા,26
ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ધોલતીર વિસ્તારમાં એક મુસાફરોથી ખીચોખીચ બસ અલકનંદા નદીમાં ખાબકી ગઈ હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણકારી મળતાં જ રેસ્ક્યૂ ટીમ રવાના થઇ હતી. આ એક ટેમ્પો ટ્રાવેલર મિની બસ હતી. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના મુસાફરો સામેલ હોવાની જાણકારી મળી છે. આ મિની બસમાં કુલ 20 મુસાફરો સવાર હતા જેમાંથી 2 લોકોના મોત થયા છે જેમાં એક મૃતક ગુજરાતની છે જેનું નામ ડ્રીમી સોની જણાવાયું છે. જ્યારે હજુ 8 લોકો ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તોમાં ત્રણ ગુજરાતીઓ સામેલ છે. માહિતી અનુસાર 10 લોકોની કોઈ હજુ કોઈ ભાળ મળી નથી જેમાં બે ગુજરાતી સામેલ છે.
મૃતકોમાં કોણ કોણ સામેલ?
ડ્રીમી સોની, 17 વર્ષ, સુરત
વિશાલ સોની, 42, મધ્ય પ્રદેશ
ઈજાગ્રસ્તોમાં કોણ કોણ સામેલ?
દિપીકા સોની, 42 વર્ષ, રાજસ્થાન
હેમલતા સોની, 45 વર્ષ, રાજસ્થાન
ઈશ્વર સોની, 46 વર્ષ, ગુજરાત
અમિતા સોની, 49 વર્ષ, મહારાષ્ટ્ર
ભાવના સોની, 43 વર્ષ, ગુજરાત
ભવ્ય સોની, 7 વર્ષ, ગુજરાત
પાર્થ સોની, 10 વર્ષ, મધ્ય પ્રદેશ
સુમિત કુમાર, 23 વર્ષ, ડ્રાઈવર, હરિદ્વાર
ગુમ થયેલા લોકોના નામ
રવિ ભાવસાર, 28 વર્ષ, ઉદયપુર, રાજસ્થાન
મૌલી સોની, 19 વર્ષ, સુરત, ગુજરાત
લલીત કુમાર સોની, 48 વર્ષ, રાજસ્થાન
ગૌરી સોની, 41 વર્ષ, મધ્ય પ્રદેશ
સંજય સોની, 55 વર્ષ, ઉદયપુર, રાજસ્થાન
મયૂરી, 24 વર્ષ, સુરત, ગુજરાત
ચેતના સોની, 52 વર્ષ, રાજસ્થાન
ચેષ્ઠા, 12 વર્ષ, સુરત, રાજસ્થાન
કટ્ટા રંજના અશોક, 54 વર્ષ, મહારાષ્ટ્ર
સુશીલા સોની, 77 વર્ષ, રાજસ્થાન
માહિતી અનુસાર પોલીસ હેડક્વાર્ટરના પ્રવક્તા નીલેશ આનંદ ભરણેએ કહ્યું કે રુદ્રપ્રયાગ જિલ્લાના ધોલતીર વિસ્તારમાં એક બસ બેકાબૂ નદીને ખીણમાં ખાબકતાં અલકનંદા નદીમાં ગરકાવ થઈ હતી. માહિતી મુજબ બસમાં કુલ 20 જેટલા મુસાફરો સવાર હતા.
નાની જાણ થતાં જ એડીઆરએફ, પોલીસ દળ અને સ્થાનિક તંત્રની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી અને અમુક ઈજાગ્રસ્તોને બચાવી લીધા હતા. તેમને સારવાર હેતુસર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હજુ ઘણા લોકો ગુમ છે જેમને શોધવા માટે રેસ્ક્યૂ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.