New Delhi,તા.07
ઇન્ફિનિક્સનો નવો સ્માર્ટફોન ઇન્ફિનિક્સ જીટી 30 પ્રો ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જીટી સીરીઝના આ ફોનમાં 6.78 ઇંચની 1.5ઊં રિઝોલ્યુશન ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેમાં 144 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ છે. આ ફોનમાં મીડિયાટેક ડિમાસીટી 8350 અલ્ટિમેટ 5જી પ્રોસેસર આપવામાં આવ્યું છે.
આ ફોનમાં 12 જીબી સુધીની રેમ જોડવામાં આવી છે. નવો ઇનફિનિક્સ ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 15 પર ચાલે છે. દાવો કરવામાં આવે છે કે ફોન ખરીદ્યા બાદ કંપની બે વર્ષ માટે ઓએસ અપડેટ અને 3 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ આપશે.
આ ફોન દ્વારા કંપની ગેમર્સ પર ફોકસ કરવા માંગતી હતી. કૂલિંગ ફેનને ફોન સાથે કનેક્ટ કરી શકાય છે, જે તેને ગરમીથી બચાવશે. ઇન્ફિનિક્સ જીટી 30 પ્રોની કિંમત 8જીબી +256જીબી મોડલ માટે 24,999 રૂપિયા છે. 12જીબી +256જીબી મોડલની કિંમત 26,999 રૂપિયા છે.
આ ફોનને ફ્લિપકાર્ટ દ્વારા 12 જૂનથી ખરીદી શકાશે. કંપની જીટી ગેમિંગ કિટ પણ આપી રહી છે. તેની કિંમત 1,199 રૂપિયા છે. કીટમાં મેગ્નેટિક કૂલિંગ ફેન અને જીટી કેસ શામેલ છે. આ ઉપરાંત લોન્ચ ઓફર હેઠળ આઈસીઆઈસીઆઈ બેંકના કાર્ડ પર ટ્રાન્ઝેક્શન પર બે હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
કેમેરા અને અન્ય વિશેષતાઓ :-
ઇનફિનિક્સ જીટી 30 પ્રો સ્માર્ટફોનમાં 108 મેગાપિક્સલનો મેઇન બેક કેમેરો આપવામાં આવ્યો છે. તેમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ આપવામાં આવ્યો છે. ડ્યુઅલ એલઇડી ફ્લેશ ઉપલબ્ધ છે.
ફોનમાં 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. USB ટાઇપ-સી પોર્ટ અને સ્ટીરિયો સ્પીકર્સ સપોર્ટ કરે છે. કંપનીએ આ ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપ્યું છે. IR બ્લાસ્ટર પણ છે, જેથી ફોનનો ઉપયોગ રિમોટ તરીકે કરી શકાય છે.
બેટરી અને કનેક્ટિવિટી :-
નવા ઇનફિનિક્સ ફોનમાં 5500 એમએએચની બેટરી આપવામાં આવી છે, જે 45 વોટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તે 30 વોટ વાયરલેસ ચાર્જિંગ સાથે આવે છે. કંપનીનું કહેવું છે કે ફોનમાં 6 લેયરની વીસી કૂલિંગ આપવામાં આવી છે.
આ તેના જૂના મોડેલ કરતા 13 ટકા વધારે છે. કંપની દાવો કરી રહી છે કે આ ફોન 1 સાથે બીજીએમઆઈ ગેમ્સ 120 ફ્રેમ પ્રતિ સેક્ધડ પર રમી શકાય છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો ફોનમાં 5G સપોર્ટ આપવામાં આવ્યો છે.
સ્પેસિફિકેશન અને ફિચર્સ :-
ઇન્ફિનિક્સ જીટી 30 પ્રોમાં 6.78 ઇંચની ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 1224 x 2720 પિક્સલનું છે. ફોનમાં 1.5K એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે, જે 144 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ આપે છે, જે 240 હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ છે. ફોનની પીક બ્રાઇટનેસ 4500 નિટ્સ છે અને તેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 7 આઇનું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
ઇન્ફિનિક્સ જીટી 30 પ્રોમાં મીડિયાટેકના ડિમેસિટી 8350 અલ્ટિમેટ ચિપસેટ છે. તે 4 એનએમ પ્રોસેસર પર બનેલો ચિપસેટ છે. સાથે 8 જીબી અને 12 જીબી રેમ ઉમેરવામાં આવી છે.
ઇન્ટરનલ સ્ટોરેજ 256 જીબીમાં ઉપલબ્ધ છે. નવો ઇનફિનિક્સ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 ઓએસ પર ચાલે છે. તેમાં બે સિમ લગાવવા માટેનો સ્લોટ છે. એસડી કાર્ડ સ્લોટ આપવામાં આવ્યો નથી.