શહેરમાં આજે નોંધાયેલાં કોરોનાના પાંચ કેસની વિગત આપતાં મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, શહેરના આંબવાડી વિસ્તારમાં રહેતા અને અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતાં પપ વર્ષીય આધેડ પુરૂષ, ઉપરાંત, ૪પ વર્ષના મહિલા, ૬૭ વર્ષના પ્રૌઢ પુરૂષ તથા વિદ્યાનગર વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષના વૃદ્ધા અને અનંતવાડી વિસ્તારમાં રહેતા ર૪ વર્ષનો યુવાન કોરોનાની ચપેટમાં આવી ગયા છે. આ તમામની તબિયત બગડતા તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા, જયાં તમામના રિપોર્ટ કરાતાં તમામ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. પરંતુ, તમામની તબિયત સારી હોવાથી હાલ તમામ વ્યકિતઓ પોતાના ઘરે સારવાર હેઠળ હોવાનું આરોગ્ય અધિકારીએ ઉમેર્યું હતું. જો કે, બીજી તરફ, શહેરમાં આજે કોઈ દર્દી કોરોનામુક્ત થયા ન હતા. ઉલ્લેખનિય છે કે, શહેર અને જિલ્લામાં છેલ્લા ૧૮ દિવસમાં કોરોનાના કુલ ૩પ કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં કોરોનાના ૩૪ કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ, શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૧ દર્દી કોરોનામુકત થયા છે, જયારે કોરોનાના ર૩ દર્દી હાલ ઘરે સારવાર હેઠળ છેે. કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેત રહેવું જરૂરી છે તેમ આરોગ્ય વિભાગના સૂત્રોએ તાકિદ કરી છે.
Trending
- Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે
- ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો
- Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા
- Jasdan નજીક ગાંજા ના જથ્થા સાથે નામચીન જશવંત સદાદિયા ઝડપાયો
- Dhoraji નજીક યુવકનું ડમ્પરની ઠોકરે કાળનો કોળિયો
- Keshod ના અગતરાઈ ગામેં છૂટાછેડાના 10 લાખ માંગી ધમકી અપાતા યુવકનો આપઘાત
- Rajkot: ESI કોર્ટનો 50% ડેમેજીસ ભરવાનો હુકમ મંજૂર
- Rajkot: કેવલમ ક્વાર્ટરમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમી ઝડપાયા