ટીપરવાન ના ડ્રાઇવર અને તેની માતા સાથે વિના કારણે મારા મારી ની રાવ
Rajkot,તા.01
કોર્પોરેશનમાં કચરાની ગાડી લઈ રહેણાંક વિસ્તારોમાંથી કચરો એકઠો કરનાર કર્મચારી પર વિના કારણે લાકડી ધોકાથી હુમલો થતા હાથ પગમાં ઇજા સાથે યુવાનને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા મેન રોડ પર રહેતા અને કોર્પોરેશનની કચરા ની ગાડી ચલાવતા અલ્પેશભાઈ રમેશભાઈ સિંગાડીયા ૧૯ આજે સવારે૮ વાગે તેમની માતા સાથેકચરા ગાડી લઈને ત્રિવેણી નગર ગુરુપ્રસાદ ચોક શેરી નંબર ત્રણમાં કચરો ઉપાડવાનું કામ કરતા હતા ત્યારે આ જ વિસ્તારમાં રહેતા ત્રણ શખ્સોએ આવી વિના કારણે ઝઘડો કરી અલ્પેશભાઈ પર લાકડાના ધોકા થી હુમલો કરતા હાથ પગ અને માથામાં ગંભીર ઇજા થતા સિવિલ હોસ્પિટલ ઓર્થોપેડિક વોર્ડ નંબર ૨ માં દાખલ કરેલ છે, આ અંગે માલવિયાનગર પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે