Bhavnagar,તા.૧૫
કોઈ વિચારી પણ ન શકે તેવો ખૂની ખેલ ભાવનગરમાં ખેલાયો. લગ્નના દિવસે જ વરરાજાએ દુલ્હનની લોખંડના પાઇપ મારી હત્યા કરી નાંખી. ફેરા ફરવાના એક કલાક પહેલા વરરાજાએ દીવાલ સાથે ભાવિ પત્નીનું માથું ભટકાડ્યું હતું. મહેંદીવાળા હાથ હતા ને દુલ્હન લોહીલુહાણ તરફડ્યા મારી રહી હતી.
ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક પાસે આવેલા બમ્બાખાના વિસ્તારમાં ગત મોડી રાત્રીના પતિએ પત્નીની હત્યા કરી નાખવાની ઘટના સામે આવી છે. સાજન બારૈયા અને સોનીબેન રાઠોડ નામના યુવક યુવતી આજથી એક વર્ષ પૂર્વે ઘરેથી ભાગી જઈ સાથે રહેતા હતા. જ્યારે બંને પરિવારની સંમતી બાદ આજના દિવસે લગ્ન હોય ત્યારે ગત રાત્રીના કોઈ બાબતે ભાવિ પતિએ આવેશમાં આવી જઇ ભાવિ પત્નીની ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. ઘરમાં આવેલો લગ્નનો રૂડો અવસર માતમ માં ફેરવાય ગયો હતો અને હાલ પોલીસે આ સમગ્ર ઘટના મામલે આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે
ભાવનગરમાં બનેલી હત્યાની ઘટના ના કારણે ભારે ચકચાર મચી જવા પામી છે. જેમાં લગ્નની આગલી રાત્રીએ એકવર્ષથી સાથે રહેતા ભાવિ પતિએ કોઈ કારણોસર પતિની હત્યા કરી નાખવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સાજન બારૈયા નામનો યુવક અને સોનીબેન રાઠોડ નામની યુવતી આજથી ૧ વર્ષપૂર્વે ઘરેથી ભાગી જઈ શહેરમાં અન્યત્ર વિસ્તારમાં સાથે રહેતા હતા. સમય જતાં વિવાદ બાદ બંને પરિવારની સહમતી બનતા રીતિરિવાજ મુજબ લગ્નનું નક્કી કર્યું હતું અને આજની તારીખે ૧૫.૧૧.૨૫ ના રોજ લગ્ન નક્કી થયા હતા. કાર્ડ કંકોત્રી પણ સંબંધીઓને વહેંચી દીધી હતી અને ગઈકાલે બપોરે પીઠીની રસમની ધામધૂમપૂર્વક ઉજવણી કરી ખૂબ નાચગાન પણ સજોડે કર્યું હતું. બાદમાં લગ્નની આગળની રાત્રીના કોઈ કારણોસર ભાવિ પતિ પત્ની વચ્ચે ઝગડો થયો હતો, સાજન બારૈયા નશાની ટેવ વાળો હોય જેથી નશો કરી તેની પત્નીને ખૂબ મારમારી માથાના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી દઈ તેની હત્યા કરી નાંખી હતી.
આ યુવકે અગાઉ યુવતીના ઘર નજીકના એક ઘરમાં વાહનોમાં તોડફોડ કરી હતી. જે બાબતે પણ અલગથી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે ઘરમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ જતા યુવતીના પરિવારે ભારે રોકકળ કરી મૂકી હતી. ઘટનાને પગલે લોકોના ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, તેમજ પંચનામું કરી મૃતદેહને પીએમ માટે ખસેડી આરોપી યુવાનને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી હતી.

