Rajkot,તા.01
રાજકોટમાં વીજ કરંટથી મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને મરનારની બેદરકારી કારણભૂત ગણીને વળતરના આપવાના પી,જી,વી, સી, એલ ના બચાવ સામે ડિસ્ટ્રિક્ટ એન્ડ કોર્ટે રદ કરીનેમરનાર ના પરિવારને વ્યાજ સાથે વળતર ચૂકવવા આદેશ જારી કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ શહેરના કાલાવડ રોડ પર આવેલા મોટા મહુવા નજીક લક્ષ્મીના ટોળે પચાસ વારીયામાં રહેતા મુકેશ જીવરાજભાઈ શિશાંગિયાના મકાનનું કડિયા કામ કરતા જયેશભાઈ નારણભાઈ બગડા ૩૬, તા.૨/૬/૨૦૧૬ ના રોજ કામ કરતા હતા ત્યારે ઘર પરથી પસાર થતી ઇલેક્ટ્રીક લાઈનને હાથ અડી જતા વીજ શોક લાગવાથી જયેશભાઈ નું મોત નીપજ્યું હતું. તેમના વારસદાર સોનલબેન અને નારાયણભાઈએ વળતર માટે નો દાવો કર્યો હતો અને વિદ્યુત બોર્ડના અધિકારીઓની બેદરકારીને કારણે માત્ર 20 થી 30 ફૂટ ઉપર વીજ લાઈન હોય અને 15 લાખ રૂપિયા માટે સ્પેશિયલ સિવિલ શ્યુટ દાખલ કરવામાં આવી હતી. તેની સામે પીજીવીસીએલએ અપીલ કરી હતી કે અકસ્માત ગુજરનાર જયેશભાઈ બગડાની બેદરકારીથી બનેલ છે વિધુત બોર્ડના અધિકારીઓએ વારંવાર ટ્રાન્સફરને વિદ્યુત લાઇનનું ચેકિંગ કરેલ છે. આથી દાવો સેટ એ સાઇટ કરવો જોઈએ અને અપીલની મંજૂરી માંગી હતી.
આ કેસમાં અરજદાર વતી એડવોકેટ પી.આર દેસાઈએ એ અલગ અલગ કોર્ટના ચુકાદા ને ટાંકી સાથે સાથે ઇંગ્લેન્ડની કોર્ટના ચુકાદા રજૂ કર્યા હતા અને નિયમિત ચેકિંગના કોઈ રિપોર્ટ આપ્યા ન હોવાની દલીલ કરી હતી. મોટા મવાના સરપંચે આ લાઈન જોખમી હોવાનું રજૂઆત કરી હતી. પરંતુ કોઈ પગલા લીધા નથી અને ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર વિદ્યુત બોર્ડની બેદરકારી આંશિક હોવાનું દર્શાવેલ છે. તેવી રજૂઆત કરવામાં આવી હતી તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ના ચુકાદાઓ ધ્યાનમાં રાખી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા ગુજરનારનો આવકનો આધાર ન હોય તો પણ લઘુત્તમ વેતન મુજબ આવક ગણીને 15 લાખ ૯ ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવા આદેશ કરી પીજીવીસીએલની અપીલ રદ કરી હતી.આ કામમાં ગુજરનારના વારસદાર વતી ધારાશાસ્ત્રી પી.આર દેસાઈ અને કિરીટભાઈ વોરા, સંજયભાઈ નાયક, સુનિલભાઈ વાઢેર, એચ વી ચાવડા એ કાનુંની લડત આપી હતી.